Not Set/ અલાઉદ્દીન ખીલજી તરીકે રણવીર સિંહે ફર્સ્ટ લૂક રિલિઝ કરી સૌને ચોંકાવ્યા!

‘પદ્માવતી’ ફિલ્મનો દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરનો લૂક જાહેર થયા બાદ હવે અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવતા રણવીર સિંહનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. રાણી પદ્માવતી તરીકે દીપિકાનો લૂક લોકોને અત્યંત પસંદ પડ્યો છે, શાહિદ કપૂરના લૂકને પણ સારો રિસ્પોન્સ સાંપડ્યો છે, પરંતુ રણવીરના આ લૂકે સૌને ચોંકાવી દીધા છે. નોંધનીય છે. રણવીર સિંહ પહેલીવાર કોઇ […]

Entertainment
અલાઉદ્દીન ખીલજી તરીકે રણવીર સિંહે ફર્સ્ટ લૂક રિલિઝ કરી સૌને ચોંકાવ્યા!
અલાઉદ્દીન ખીલજી તરીકે રણવીર સિંહે ફર્સ્ટ લૂક રિલિઝ કરી સૌને ચોંકાવ્યા!
‘પદ્માવતી’ ફિલ્મનો દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરનો લૂક જાહેર થયા બાદ હવે અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવતા રણવીર સિંહનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. રાણી પદ્માવતી તરીકે દીપિકાનો લૂક લોકોને અત્યંત પસંદ પડ્યો છે, શાહિદ કપૂરના લૂકને પણ સારો રિસ્પોન્સ સાંપડ્યો છે, પરંતુ રણવીરના આ લૂકે સૌને ચોંકાવી દીધા છે. નોંધનીય છે. રણવીર સિંહ પહેલીવાર કોઇ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળનાર છે

રણવીર સિંહે સુલતાન અલાઉદ્દીન ખીલજી તરીકેનો પોતાનો પહેલો લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દીપિકાની માફક જ રણવીરના લૂક પ્રત્યે પણ લોકોને ખાસી ઉત્સુકતા હતી અને રણવીરે પોતાના ફેન્સને નિરાશ નથી કર્યા.

દીપિકાની માફક જ રણવીરના પણ બે પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે અને બંનેમાં તેનો લૂક તેના પાત્રને અનુરૂપ અત્યંત ડરામણો અને તેની આગળની તમામ ફિલ્મો કરતાં બિલકુલ અલગ છે. રણવીર સિંહના ક્રૂર હાવભાવ તેના લૂકને વધુ જીવંત બનાવે છે.

પોસ્ટર્સ પરથી જ ખબર પડે છે કે, અલાઉદ્દીન ખીલજીના પાત્રને રણવીર બરાબર પચાવ્યું છે. આ કારણે તેના વખાણ પણ ખૂબ થઇ રહ્યાં છે. ફિલ્મના પોસ્ટર્સ બાદ હવે ફેન્સ ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મ માટે રણવીર સિંહને દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર બંને કરતા વધુ ફી મળી રહી છે.

રજપૂત રાણી પદ્માવતીના સૌંદર્ય પાછળ દિવાના બનેલા મુસ્લિમ રાજા અલ્લાઉદ્દીન ખીલજીનો રોલ  રણવીર સિંઘ કરી રહ્યો છે. એની ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં રાણી પદ્માવતીનો રોલ કરી રહી છે જ્યારે ટોચનો અભિનેતા શાહિદ કપૂર રાજપૂત રાજા અને પદ્માવતીના પતિ રાવત રતન સિંઘનો રોલ કરી રહ્યો છે.

આ ફિલ્મ શરૃ થઇ ત્યારથી પોતાને રજપૂતોની અધિકૃત સંસ્થા ગણાવતી એક કરણી સેના એનો સતત વિરોધ કરી રહી છે અને એક કરતાં વધુ વખત સેટ પર હુમલા કરીને કરણી સેનાએ ભણસાલીને લાખ્ખો રૃપિયાનું નુકસાન પહોંચાડયું હતું. અનેક અવરોધો અને હિંસક દેખાવો છતાં સ્વસ્થતાથી કામ કરી રહેલા સંજય લીલા ભણસાલીએ ફિલ્મ સમયસર પૂરી કરવાની અને રજૂ કરવાની જાહેરાત મક્કમ સ્વરે કરી દીધી હતી.