Not Set/ અસમમાં દીપડાને મારી લોકોએ નિકાળ્યું જુલુસ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

અસમનાં ગુવાહાટીનાં એક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો હતો જેને કેટલાક સ્થાનિક લોકોએ પકડી મારી નાખ્યો હતો. તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ ચોંકી જશો. લોકોએ આ દીપડાનાં મૃતદેહને લઇને એક જુલુસ કાઠ્યુ હતુ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, જોઇ શકાય છે કે કેટલાક […]

India
4187f93070292ed1a4a0eaaa26bbf2a1 1 અસમમાં દીપડાને મારી લોકોએ નિકાળ્યું જુલુસ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

અસમનાં ગુવાહાટીનાં એક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો હતો જેને કેટલાક સ્થાનિક લોકોએ પકડી મારી નાખ્યો હતો. તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ ચોંકી જશો. લોકોએ આ દીપડાનાં મૃતદેહને લઇને એક જુલુસ કાઠ્યુ હતુ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, જોઇ શકાય છે કે કેટલાક લોકો દીપડાનાં મૃતદેહ સાથે ટ્રોફીની જેમ પરેડ કરી ઉજવણી કરી રહ્યા છે. આ સમય દરમિયાન, લોકો પોતાની ક્રૂરતાની બધી હદ વટાવી રહ્યા છે. લોકોએ પહેલા મૃત દીપડાની ખાલ ઉતારી અને બાદમાં તેના દાંત ઉખાડી દીધા હતા. જણાવી દઇએ કે, વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળતા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે લોકો ગુનામાં જોડાયા છે તેમની શોધખોળ માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો વન વિભાગ સમયસર કાર્યવાહી કરે તો આ ઘટનાને ટાળી શકાઈ હોત.

વન વિભાગે કબૂલ્યું છે કે, તેઓને રવિવારે સવારે પાંચ વાગ્યે ફસાયેલા એક દીપડા અંગેની માહિતી મળી હતી, પરંતુ તેઓ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે તે ભાગી ગયો હતો. આ પછી કેટલાક સ્થાનિક લોકોએ તેની પાછળ જઇને તેની હત્યા કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.