દુર્ઘટનાગ્રસ્ત/ ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઈસન વિમાન રાજસ્થાનનાં એક ગામમાં ક્રેશ

પાકિસ્તાનની સરહદે આવેલા રાજસ્થાનનાં બાડમેર જિલ્લામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો,

Top Stories India
રાજસ્થાનનાં

પાકિસ્તાનની સરહદે આવેલા રાજસ્થાનનાં બાડમેર જિલ્લામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો, જ્યાં ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઈસન વિમાન ક્રેશ થયું હતું. જો કે રાહતની વાત એ છે કે, પાયલોટ સમયસર બહાર નિકળી ગયો હતો, જેના કારણે તે સુરક્ષિત રીતે જમીન પર આવ્યો હતો. ભારતીય વાયુસેનાનાં જણાવ્યા અનુસાર તેમનું વિમાન ટ્રેનિંગ શોર્ટી પર હતું, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી. દુર્ઘટનાનાં કારણો હજુ સુધી જાણી શકાયા નથી. જેના કારણે તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો – પ્રેરણાદાયી પોલીસ / ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

હવાઇ દળનું એક મિગ-21 ફાઇટર જેટ બુધવારે બાડમેરનાં માતાસર ભુરતિયા ગામમાં ક્રેશ થયું હતું. વિમાન માતાસર ગામમાં એક ઢાણી સાથે અથડાયું, જેના કારણે ઢાણીમાં આગ લાગી ગઇ. મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન બુધવારે લગભગ સાડા પાંચ વાગ્યે ગ્રામ પંચાયત ભુરતિયાનાં માતાસર ગામમાં ક્રેશ થયું છે. ક્રેશ થતા પહેલા પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. મિગ ક્રેશ થયા બાદ આસપાસનાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટના સ્થળથી લગભગ એક કિલોમીટર દૂર નવજી કા પાનામાં પાયલોટ સુરક્ષિત મળી આવ્યો હતો. ગ્રામજનોએ પાયલોટને સંભાળ્યો અને તેને પાણી પીવડાવ્યું. આપને જણાવી દઈએ કે, ગયા મહિને ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડેમીનું એક વિમાન મધ્યપ્રદેશમાં ક્રેશ થયું હતું. સદનસીબે, વિમાનનું સંચાલન કરી રહેલા તાલીમાર્થી પાયલોટ અકસ્માતમાં બચી ગયા હતા. વિમાન સેસના મધ્યપ્રદેશનાં સાગર સ્થિત ચિમ્સ એવિએશન એકેડેમીનું હતું. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું હતું કે, “હમણાં જ સેસના વિમાન ક્રેશ થયુ હોવાની બાતમી મળી છે, જે સાગક, મપ્રમાં ચાઇમ્સ એવિએશન અકેડમીનું હતુ.” તેમણે કહ્યું હતું કે, “સદભાગ્યે તાલીમાર્થી સુરક્ષિત છે. અમે સ્થળ પર તપાસ ટીમ મોકલી રહ્યા છીએ.”

આ પણ વાંચો – આતંકવાદી ગતિવિધિઓ / તાલિબાની ખતરાથી કેવી રીતે છુટકારો મેળવીશું, સીડીએસ બિપિન રાવતે કહ્યું, – પ્લાન તૈયાર છે

વળી, વિમાન પડવાના કારણે એક ઝૂંપડામાં આગ લાગી હતી. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. બાડમેરનાં પોલીસ અધિક્ષક આનંદ શર્માનાં જણાવ્યા અનુસાર ફાયરબ્રિગેડ વિભાગ અને પોલીસ ટીમ ઘટના બાદ તુરંત પહોંચી ગઈ હતી. પાયલોટ સુરક્ષિત છે. વાયુસેનાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે, મિગ-21 ફાઇટર પ્લેનને ‘ફ્લાઇંગ કોફિન’ કહેવામાં આવે છે. આ વિમાનો 1963 માં વાયુસેનામાં જોડાયા હતા. આ પછી એરફોર્સમાં તેમની સંખ્યા વધીને 872 થઈ ગઈ. હાલમાં, આ વિમાનોને નિવૃત્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આમાં 485 થી વધુ વિમાનો અકસ્માતોનો ભોગ બન્યા છે. આ દુર્ઘટનાઓમાં ભારતીય વાયુસેનાનાં 170 થી વધુ પાયલોટ શહીદ થયા છે.