Not Set/ આંધ્ર પ્રદેશ, ગોવા અને દિલ્હીની વિધાનસભાની કૂલ ચાર સીટ માટે આજે પેટા ચૂંટણી યોજવામાં આવી

આંધ્ર પ્રદેશ, ગોવા અને દિલ્હીની વિધાનસભાની કૂલ ચાર સીટ માટે આજે પેટા ચૂંટણી યોજવામાં આવી છે. આજે સવારે આઠ વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ પેટા ચૂંટણીના પરિણામ 28 ઓગસ્ટે આવશે. ત્રણ રાજ્યોની ચૂંટણીમાં આજે દિલ્હીની બવાના સીટ માટે પણ મતદાન થવાનું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ […]

India
vlcsnap error928 આંધ્ર પ્રદેશ, ગોવા અને દિલ્હીની વિધાનસભાની કૂલ ચાર સીટ માટે આજે પેટા ચૂંટણી યોજવામાં આવી

આંધ્ર પ્રદેશ, ગોવા અને દિલ્હીની વિધાનસભાની કૂલ ચાર સીટ માટે આજે પેટા ચૂંટણી યોજવામાં આવી છે. આજે સવારે આઠ વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ પેટા ચૂંટણીના પરિણામ 28 ઓગસ્ટે આવશે. ત્રણ રાજ્યોની ચૂંટણીમાં આજે દિલ્હીની બવાના સીટ માટે પણ મતદાન થવાનું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ ચૂંટણીના આધારે કેજરીવાલનું ભવિષ્ય નક્કી થશે…મહત્વનું છે કે આંધ્ર પ્રદેશમાં નંદયાલ, ગોવામાં પણજી અને વાલપોઈ અને દિલ્હીમાં બવાના વિધાનસભા સીટ માટે આજે ચૂંટણી થશે. ઈલેક્શન કમિશને આજે આ પેટા ચૂંટણી માટે ઈવીએમ અને VVPAT દ્વારા મતદાન કરાવવાનું નક્કી કર્યું છે. ત્રણ રાજ્યોની ચાર સીટ પર થઈ રહેલી પેટા ચૂંટણી ઉપર દરેક પાર્ટીની નજર છે. ખાસ કરીને દિલ્હીની બવાના સીટ પર જ્યાં કોંગ્રેસ માટે એક સારી તક છે. જ્યારે આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી એક પડકાર છે…ગોવાના મુખ્યમંત્રી અને પણજી વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર મનોહર પર્રિકર ઉમેદવાર છે. પર્રિકરની સામે કોંગ્રેસના ગિરીશ ચોડાંકર અને ગોવા સુરક્ષા મંચના આનંદ શિરોડકર ઊભા છે. પણજી વિધાનસભા ખાલી થઈ હોવાથી ભાજપના ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકાલીનેકરે તાજેતરમાં જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તે ઉપરાંત કોંગ્રસના ધારાસભ્ય વિશ્વજીત રાણેએ રાજીનામું આપ્યું હોવાથી વાલપોઈ વિધાનસભા સીટ ખાલી થઈ છે.