Not Set/ આજથી બદલાઈ ગયા ટ્રાફિકના નિયમો, હવે આ ઝંઝટમાંથી મળી મુક્તિ

આ સમાચાર એવા કરોડો લોકો માટે છે કે જેઓ તેમના વાહનોને રસ્તા પર લઇ નીકળે છે. આજે 1 ઓક્ટોબરથી ટ્રાફિક નિયમોને લઈને દેશમાં મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. બદલાતા સમયને ધ્યાનમાં રાખીને, મોબાઇલ ફોનને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે.  હકીકતમાં માર્ગ, પરિવહન તથા હાઇવે મંત્રાલયે ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરતાં મોટર વ્હીકલ નિયમ, 1989માં […]

Uncategorized
ef587d2c13630290b306eee077b76032 1 આજથી બદલાઈ ગયા ટ્રાફિકના નિયમો, હવે આ ઝંઝટમાંથી મળી મુક્તિ

આ સમાચાર એવા કરોડો લોકો માટે છે કે જેઓ તેમના વાહનોને રસ્તા પર લઇ નીકળે છે. આજે 1 ઓક્ટોબરથી ટ્રાફિક નિયમોને લઈને દેશમાં મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. બદલાતા સમયને ધ્યાનમાં રાખીને, મોબાઇલ ફોનને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે.  હકીકતમાં માર્ગ, પરિવહન તથા હાઇવે મંત્રાલયે ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરતાં મોટર વ્હીકલ નિયમ, 1989માં સંશોધન કર્યુ છે. જે અંતર્ગત હવે મંત્રાલય 1 ઓક્ટોબર 2020થી બદલાયેલા નિયમ લાગુ કરવા જઇ રહ્યું છે. તેવામાં હવે ગુરુવારે તમારે તમારી કાર, બાઇક અથવા અન્ય કોઇ વ્હીકલ સાથે જરૂરી દસ્તાવેજ સાથે લઇને જવાની જરૂરિયાત નથી.

વાહન ચાલક હવે વાહનથી સંબંધિત ડૉક્યુમેન્ટસ Digi-Locker એટલે કે M-parivahanમાં સ્ટોરેજ કરી શકે છે, અને જરૂરિયાત પડવા પર ડિજિટલ માધ્યમથી દેખાડવાની છૂટ રહેશે. એટલે કે હવે ટ્રાફિક પોલીસકર્મી હાર્ડ કોપી માંગી શકશે નહીં. 

આ સિવાય ટ્રાફિક નિયમોનું પાલન નહી કરનારાઓનું કોઇ ઇ-ચલન પણ સરકારના ડિજિટલ પોર્ટલના માધ્યમથી જારી કરવામાં આવશે. એટલું જ નહીં ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કર્યા પછી ડિજિટલ પોર્ટલ પર રિપોર્ટિંગ કરવું પડશે. સરકાર ઇચ્છે છે કે કોઇ પણ વાહનનું ચેકિંગ વારંવાર ન કરવામાં આવે, જેનાથી રોડ પર ચાલતા ડ્રાઇવરોની પરેશાની ઓછી થશે. 

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આઈટી સર્વિસ અને ઈલેક્ટ્રોનિક મૉનિટરિંગ (E-Monitoring) મારફતે ટ્રાફિક નિયમોને ઉત્તમ રીતે દેશમાં લાગૂ કરવામાં આવી શકે છે. નવા નિયમો મુજબ, હવે વાહન ચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની RC બુક અને વાહનના દસ્તાવેજો પોતાની સાથે રાખવાની જરૂરત નહીં રહે. તેઓ આ તમામ ડૉક્યુમેન્ટ્સને Digilocker કે M-Parivahanમાં સેવ કરીને રાખી શકશે.

આમ હવે નવા નિયમો મુજબ માત્ર ડૉક્યુમેન્ટ્સ ચેક કરવા માટે રસ્તા પર વાહન રોકી નહીં શકાય, જેના કારણે વાહન ચાલકોને આંશિક રાહત મળશે.

હવે નવા નિયમો પ્રમાણે, કોઈ વાહનના ડોક્યુમેન્ટ્સ ઓછા હશે, તો રજિસ્ટ્રેશન નંબરના આધારે તેનું ઈ-વેરિફિકેશન કરવામાં આવશે અને ઈ-ચલણ મોકલવામાં આવશે. એટલે કે, હવે વાહનોની તપાસ માટે ફિજિકલ ડૉક્યુમેન્ટ્સ માંગવામાં નહીં આવે. હવે સવાલ એ થાય છે કે, જો વ્હીકલના ડૉક્યુમેન્ટ્સની ફિજિકલી તપાસ નહીં થાય, તો કેવી રીતે ખ્યાલ આવશે કે, વાહનના કોઈ ડૉક્યુમેન્ટ્સ એક્સપાયર થઈ ચૂક્યાં છે?

આ અંગે મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, લાઈસન્સીંગ ઑથોરિટી દ્વારા ગેરલાયક કે સસ્પેન્ડ ડ્રાઈવિંગ લાઈસન્સની વિગતો પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે. જેને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. આ અપડેટ ડેટા પોર્ટલ પર જોવા મળશે. આ રીતે પણ વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે.

આ સિવાય ફોનનો ઉપયોગ કરવા પર દંડ આપવો પડશે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા પકડાઇ જવા માપર 1,000 રૂપિયાથી લઇને 5,000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. 

હવે લાઇસન્સ, RC પણ તમે ઘરે બેઠા ઓનલાઇન બનાવી શકો છો. નવા નોટિફિકેશન મુજબ હવે આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવા, લાઇસન્સનું નવીનીકરણ, ગાડીનું રજીસ્ટ્રેશન અને તેના સાથે જોડાયેલ દસ્તાવેજમાં સરનામું બદલવા માટે હશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.