આધાર અને પાનકાર્ડ લિંક કરવા કેન્દ્ર સરકારે આપેલી આખરી મુદત 31 ઓગસ્ટના રોજ પૂરી થવાની છે. કોઈ કરદાતા આ મુદત સુધીમાં પાન અને આધારને લિંક કરવામાં નિષ્ફળ જશે તો નાણાકીય વર્ષ 2016-17 માટે દાખલ થયેલું તેનું આવકવેરા રિટર્નનું પ્રોસેસિંગ નહીં થાય, અર્થાત્ કરદાતા પાંચ ઓગસ્ટ સુધીમાં રિટર્ન તો ફાઇલ કરી ચૂક્યા હોય પરંતુ આધાર-પાન નંબર લિંક નથી કરી શક્યા તો તમારું રિટર્ન માનવામાં નહીં આવે. યુઆઈડીએઆઈએ જણાવ્યું છે કે કરદાતા માટે આધાર-પાન નંબર લિંક કરવાની ડેડલાઇન યથાવત્ રહેશે. સુપ્રીમ કોર્ટે પ્રાઇવસી મુદ્દે આપેલો ચુકાદો આ ડેડલાઇનને પ્રભાવિત નથી કરતો. યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી અજય ભૂષણે જણાવ્યું હતું કે સરકારી સબસિડી, સામાજિક યોજના તેમજ અન્ય લાભો મેળવવા આધાર નંબર આપવાની જોગવાઈ હાલમાં અમલી રહેશે. તેમણે કહ્યું કે આવકવેરા કાયદામાં સુધારા કરીને આધાર અને પાન નંબરને લિંક કરવા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાયદો પૂરી રીતે અમલી રહેશે અને તેમાં પરિવર્તન નહીં થાય..
Not Set/
આધાર અને પાનકાર્ડ લિંક કરવાની આખરી મુદત 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે
આધાર અને પાનકાર્ડ લિંક કરવા કેન્દ્ર સરકારે આપેલી આખરી મુદત 31 ઓગસ્ટના રોજ પૂરી થવાની છે. કોઈ કરદાતા આ મુદત સુધીમાં પાન અને આધારને લિંક કરવામાં નિષ્ફળ જશે તો નાણાકીય વર્ષ 2016-17 માટે દાખલ થયેલું તેનું આવકવેરા રિટર્નનું પ્રોસેસિંગ નહીં થાય, અર્થાત્ કરદાતા પાંચ ઓગસ્ટ સુધીમાં રિટર્ન તો ફાઇલ કરી ચૂક્યા હોય પરંતુ આધાર-પાન નંબર […]
