Not Set/ આનંદો અમદાવાદીઓ …!!  આવતીકાલે ખૂલી જશે કાલુપુર હોલસેલ અનાજ બજાર

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં આવેલું હોલસેલ અનાજ બજાર છેલ્લા ઘણા સમયથી બંધ હતું. જે આવતી કાલથી ખુલી જશે. મદાવાદ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનને તંત્ર તરફથી મંજૂરી મળી ગઈ છે. હોલસેલમાં અનાજના વેચાણની મંજૂરી મળી ગઈ છે, જેથી હવે અમદાવાદની દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચી શકશે. અનાજ  બજારને સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે માત્ર 40 લોડિંગ […]

Ahmedabad Gujarat

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં આવેલું હોલસેલ અનાજ બજાર છેલ્લા ઘણા સમયથી બંધ હતું. જે આવતી કાલથી ખુલી જશે. મદાવાદ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનને તંત્ર તરફથી મંજૂરી મળી ગઈ છે. હોલસેલમાં અનાજના વેચાણની મંજૂરી મળી ગઈ છે, જેથી હવે અમદાવાદની દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચી શકશે.

અનાજ  બજારને સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે માત્ર 40 લોડિંગ રિક્ષાને બજારમાં પ્રવેશની મળી મંજૂરી આપવામાં આવી છે. તમામ હોલસેલ વેપારીઓ અને અન્ય તમામને થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક અને ગ્લોવ્સ વગર માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ તંત્ર દ્વારા વેપારીઓને સવારે 8 થી 1 સુધી વેપાર કરવાની પરવાનગી અપાઈ છે.

હોલસેલ બજાર ખૂલતા રીટેલ બજારમાં અનાજની અછત સમાપ્ત થશે. લોકડાઉન લાગ્યા બાદ શહેરના રિટેલ માર્કેટમાં અનાજની અછત ઉભી થઈ હતી, જેને કારણે અનેક દુકાનદારો પાસેથી તોતિંગ ભાવ વસૂલ્યા હતા. હોલસેલ બજાર ખૂલી જતા માર્કેટમાઁથી આ કાળાબજારી બંધ થઈ જશે અને ગ્રાહકોને મૂળ ભાવમાં અનાજ મળતુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.