Not Set/ આનંદો…!! અમદાવાદ મનપાનો નિર્ણય , હવે આ વિસ્તારોમાં શરૂ કરાશે હોમ ડિલિવરી સુવિધા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યું છે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના કેસ ને લઈને અમદાવાદ મનપાના નવ નિયુક્ત કમિશ્નર દ્વારા રોગ ને કાબુમાં લેવા માટે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની હાજરીમાં બેઠક બાદ […]

Ahmedabad Gujarat
6d99736fc385059886a7dd037676a57f આનંદો...!! અમદાવાદ મનપાનો નિર્ણય , હવે આ વિસ્તારોમાં શરૂ કરાશે હોમ ડિલિવરી સુવિધા
6d99736fc385059886a7dd037676a57f આનંદો...!! અમદાવાદ મનપાનો નિર્ણય , હવે આ વિસ્તારોમાં શરૂ કરાશે હોમ ડિલિવરી સુવિધા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યું છે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના કેસ ને લઈને અમદાવાદ મનપાના નવ નિયુક્ત કમિશ્નર દ્વારા રોગ ને કાબુમાં લેવા માટે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની હાજરીમાં બેઠક બાદ કમિશનર મુકેશકુમારનો નિર્ણયમાં ફેર બદલાવ આવ્યો છે. હવે અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા હોમ ડિલિવરી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હોમ ડિલિવરી સેવા શરૂ કરવામાં આવશે.

શહેરીજનોને મુશ્કેલી ન પેડે તે હેતુથી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે કરીયાણુ, ફળ અને શાકભાજી તથા ફુડ પ્રોડકટની હોમ ડીલીવરી શરૂ થાય તે હેતુથી કરિયાણું અને શાકભાજી સપ્લાયર જેવા કે બીગ બાસ્કેટ ડી માર્ટ રિલાયન્સ એશીયા બીગ બજાર ગ્રોફર જેવી સંસ્થાઓ તેમજ ફુડ હોમ ડીલીવરી કરતી સ્વીગી ઝોમેટો ફલોરીશ અને ફ્રેન્ડી જેવી અન્ય સંસ્થાઓને નીચેની શરતોને આધીન હોમ ડીલીવરી કરવા દેવામાં આવશે.

feed આનંદો...!! અમદાવાદ મનપાનો નિર્ણય , હવે આ વિસ્તારોમાં શરૂ કરાશે હોમ ડિલિવરી સુવિધાwAAACH5BAEKAAAALAAAAAABAAEAAAICRAEAOw== આનંદો...!! અમદાવાદ મનપાનો નિર્ણય , હવે આ વિસ્તારોમાં શરૂ કરાશે હોમ ડિલિવરી સુવિધા

આજે અમદાવાદ કોર્પોરેશનનો હવાલો સંભાળતા અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની હાજરીમાં બેઠક બાદ કમિશ્નર મુકેશકુમારે નિર્ણય જાહેર કર્યો છે. તમામ ગ્રોસરી, વેજીટેબલ અને ફુડની હોમ ડીલીવરીનું પેમેન્ટ કેશલેસ થાય એટલે કે કેશનું આદાન-પ્રદાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે તેમજ પેમેન્ટ મોબાઇલ એપ યુપીઆઇ અથવા અન્ય ઓનલાઇન માધ્યમથી કરવાનું રહેશે.

મોટા ભાગની રિટેલ અને હોમ ડિલીવરી કરતી સંસ્થાઓને ડિલીવરી સ્ટાફનું સ્ક્રિનીગ કરવા સૂચના આપવામાં આવી છે. સંક્રમણ ચલણી નોટો દ્વારા ન ફેલાય તે માટે ડિજીટલ અને કેશલેશ પેમેન્ટને ફરજીયાત બનાવવામાં આવેલ છે. 15મી મેથી ડિલીવરી પર કેશ પેમેન્ટ થઇ શકશે નહી. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.