Not Set/ આરોગ્ય સેતુ એપે સર્જ્યો રેકોર્ડ, માત્ર 13 દિવસમાં 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી એપ

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા લોકોને તકેદારી રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કોરોના વાયરસ અંગે એલર્ટ કરવા માટે આરોગ્ય સેતુ નામની એપ ડાઉનલોડ કરવા માટે અપીલ કરાઈ હતી, જેને હવે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.  ભારતમાં આરોગ્ય સેતુ એપને 5 કરોડ લોકો દ્વારા […]

India

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા લોકોને તકેદારી રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કોરોના વાયરસ અંગે એલર્ટ કરવા માટે આરોગ્ય સેતુ નામની એપ ડાઉનલોડ કરવા માટે અપીલ કરાઈ હતી, જેને હવે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. 

ભારતમાં આરોગ્ય સેતુ એપને 5 કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી રહી છે અને આ સાથે જ આ એપ્લીકેશને એક રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.આરોગ્ય સેતુ એપ ને માત્ર 13 દિવસમાં 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.આ સાથે જ વિશ્વમાં આ પહેલીવાર બન્યું છે, જયારે કોઈ એપને આટલા ટૂંક સમયમાં કરોડો લોકોએ ડાઉનલોડ કરી હોય..

મહત્વનું છે કે, કોરોના સંક્રમિતો પર નજર રાખવા માટે સરકાર દ્વારા આરોગ્ય સેતુ તૈયાર કરાઈ છે, જેનાથી આજુબાજુ આવનારા કોરોના સંક્રમિત દર્દીઓ અંગે જાણકારી આપે છે.

આ અંગે જણાવતા નીતિ આયોગના કાર્યકારી CEOએ જણાવ્યું, ટેલીફોનને 5 કરોડ લોકો સુધી પહોંચવા માટે 75 વર્ષ લાગ્યા, રેડિયોને 38 વર્ષ, ટેલિવિઝનને 13 વર્ષ, ઈન્ટરનેટને ચાર વર્ષ, ફેસબુકને 18 મહિના અને પોકેમોન ગોને 19 દિવસ લાગ્યા, કોરોનાની લડાઈ માટે જરૂરી આરોગ્ય સેતુને 5 કરોડ લોકો સુધી પહોંચવા માટે માત્ર 13 દિવસ લાગ્યા છે, જે એક રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.