Not Set/ #કોરોનાસંકટ/ બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ આરોગ્ય મંત્રીને કર્યા બરતરફ, જાણો શું છે કારણ

વિશ્વનાં દેશો કોરોના સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. કોરોનાએ બ્રાઝિલમાં પણ પગ પેસારો કરી દીધો છે. બ્રાઝિલમાં કોરોના સંકટને પરિણામે 2,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ત્યાં 29,000 થી વધુ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ છે, જેનાથી સંક્રમણને અટકાવવુ અને મૃત્યુની સંખ્યાને નિયંત્રણમાં રાખવી ખૂબ જ મુશ્કેલ છે. આવા સંકટમાં બ્રાઝિલનાં રાષ્ટ્રપતિએ આરોગ્ય પ્રધાનને તેમના […]

World

વિશ્વનાં દેશો કોરોના સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. કોરોનાએ બ્રાઝિલમાં પણ પગ પેસારો કરી દીધો છે. બ્રાઝિલમાં કોરોના સંકટને પરિણામે 2,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ત્યાં 29,000 થી વધુ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ છે, જેનાથી સંક્રમણને અટકાવવુ અને મૃત્યુની સંખ્યાને નિયંત્રણમાં રાખવી ખૂબ જ મુશ્કેલ છે. આવા સંકટમાં બ્રાઝિલનાં રાષ્ટ્રપતિએ આરોગ્ય પ્રધાનને તેમના પદ પરથી બરતરફ કર્યા છે.

કોરોના સંકટની વચ્ચે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ તેમના આરોગ્ય પ્રધાન લુઈઝ હેનરિક મેન્ડેટાને આ પદ પરથી બરતરફ કર્યા છે. જણાવી દઇએ કે, બંને નેતાઓ વચ્ચે મતભેદ હતા, જેના કારણે રાષ્ટ્રપતિએ મોટો નિર્ણય લીધો અને તેમને સસ્પેન્ડ કર્યા. તેમના વચ્ચે કોરોના વાયરસ સામે લેવામાં આવતા પગલા અંગે મતભેદો હતા, જે સાર્વજનિક રીતે પણ જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં હવે રાષ્ટ્રપતિએ લુઈસ હેનરિક મેન્ડેટાને તેમના પદ પરથી બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલનાં આરોગ્ય પ્રધાને ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. લુઈસ હેનરિક મેન્ડેટાએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, મેં રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો પાસેથી આરોગ્ય મંત્રાલયને મારી પાસેથી હટાવવા અંગે સાંભળ્યું છે. મને આ તક આપવા બદલ હું તેમનો આભાર માનું છું. જણાવી દઇએ કે, બંને નેતાઓ વચ્ચે કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે લેવામાં આવતા પગલાં અંગે ચર્ચા થઈ હતી.

આરોગ્ય પ્રધાન લુઈઝ હેનરિક મેન્ડેટાએ સેશિયલ આઈસોલેશનની હિમાયત કરી હતી, જ્યારે રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે થઇ રહેલી મોતથી વધુ બ્રાઝિલની અર્થવ્યવસ્થાને મહત્વપૂર્ણ ગણાવી હતી. માહિતી અનુસાર, લુઈસ હેનરિકે સામાજિક અંતરની હિમાયત કરી, જેને રાષ્ટ્રપતિ દ્વારા નકારી કાઠવામાં આવી, જેના પછી આરોગ્ય મંત્રીએ જાહેર મંચમાં તેમની ટીકા કરી હતી. ત્યારથી, એવી અટકળો ચાલી રહી હતી કે લુઈસ હેનરિકને પદ પરથી હટાવવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે, બ્રાઝિલમાં કોરોનાનાં 29,000 દર્દીઓ છે. વળી કોરોનાને કારણે 2,000 થી વધુ લોકોનાં મોત થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.