Not Set/ આસામ ટ્રાફિક પોલીસે લોકડાઉન વચ્ચે રોંગાલી બિહુની કરી ઉજવણી, ડાંસ કરતો વીડિયો વાયરલ

સમગ્ર દેશ હાલમાં કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ક્રમમાં આવતા તમામ તહેવારો અને કાર્યક્રમોને પણ અસર થઈ રહી છે. આજનાં દિવસમાં આસામમાં રોંગાલી બિહુ તહેવારની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ લોકડાઉનને કારણે આ તહેવાર પર કોઈ ઉજવણી જોવા મળી નથી. આ સમય દરમિયાન, ગુવાહાટી ટ્રાફિક પોલીસે આ ઉત્સવની ઉજવણી કરી હતી. […]

India
c1c454e9c3f638df3003363dd0b96d02 આસામ ટ્રાફિક પોલીસે લોકડાઉન વચ્ચે રોંગાલી બિહુની કરી ઉજવણી, ડાંસ કરતો વીડિયો વાયરલ

સમગ્ર દેશ હાલમાં કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ક્રમમાં આવતા તમામ તહેવારો અને કાર્યક્રમોને પણ અસર થઈ રહી છે. આજનાં દિવસમાં આસામમાં રોંગાલી બિહુ તહેવારની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ લોકડાઉનને કારણે આ તહેવાર પર કોઈ ઉજવણી જોવા મળી નથી. આ સમય દરમિયાન, ગુવાહાટી ટ્રાફિક પોલીસે આ ઉત્સવની ઉજવણી કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક પોલીસ આ તહેવાર પર નાચતી જોવા મળી હતી. આ દરમિયાન તેમણે તમામ લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. ઉત્સવની ઉજવણી કરતા કહ્યું કે, જો આપણે આ ખરાબ સમય દરમિયાન ઘરમાં રહીશું, તો પછીનાં વર્ષે આપણે બિહુની સારી ઉજવણી કરી શકીશું. આપને જણાવી દઇએ કે, આજે દેશભરમાં ઘણા રોંગાલી બિહુ સહિત ઘણા મહત્વનાં તહેવારો છે. આ તહેવાર આસામમાં ખૂબ ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. તેને ભોગા બિહુ અને એક્સઆટ બિહુ તરીકે પણ ઓળખાય છે.

આસામ સિવાય આ ઉત્સવ ઉત્તર પૂર્વનાં ઘણા વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. નવા વર્ષની શરૂઆત નિમિત્તે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તે સામાન્ય રીતે એપ્રિલનાં બીજા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે તહેવારની ઉજવણી કરવામાં આવી રહી નથી કારણ કે દેશભરમાં કોરોના સંક્રમણનાં કારણે લોકડાઉન ચાલી રહ્યુ છે. આ મહામારી આવનારા સમયમાં વધુ ન ફેલાય તે માટે વડા પ્રધાન મોદીએ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરતા આવતા મહિનાની 3 તારીખ સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.