Not Set/ ઇઝરાઇલે ઈરાનનાં પરમાણુ ઠેકાણા પર કર્યો એર સ્ટ્રાઇક, F-35 ફાઇટર જેટથી વરસાવ્યા બોમ્બ

ઈરાન આ દિવસોમાં તેના વિરોધીઓથી ઘેરાયેલો છે, આપને જણાવી દઇએ કે ઇઝરાઇલ અને તેનુ વિરોધી ઈરાન વચ્ચેનો સાયબર હુમલો ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરની ઘટનામાં ઇઝરાઇલે મોટા પાયે સાયબર હુમલો કર્યો અને ઈરાનનાં પરમાણુ ઠેકાણામાં બે વિસ્ફોટ કર્યા હતા. એક યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે અને બીજું મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર છે. આપને જણાવી દઈએ કે, ઇઝરાઇલે […]

World
faecca2dc68dcfabe2256b1e04d81512 ઇઝરાઇલે ઈરાનનાં પરમાણુ ઠેકાણા પર કર્યો એર સ્ટ્રાઇક, F-35 ફાઇટર જેટથી વરસાવ્યા બોમ્બ

ઈરાન આ દિવસોમાં તેના વિરોધીઓથી ઘેરાયેલો છે, આપને જણાવી દઇએ કે ઇઝરાઇલ અને તેનુ વિરોધી ઈરાન વચ્ચેનો સાયબર હુમલો ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરની ઘટનામાં ઇઝરાઇલે મોટા પાયે સાયબર હુમલો કર્યો અને ઈરાનનાં પરમાણુ ઠેકાણામાં બે વિસ્ફોટ કર્યા હતા. એક યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે અને બીજું મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર છે.

આપને જણાવી દઈએ કે, ઇઝરાઇલે તેના ઘાતક F-35 લડાકુ વિમાનની મદદથી ઈરાનનાં પર્ચિન વિસ્તારમાં મિસાઇલ બાંધકામ સ્થળ પર હુમલો કરી તેનો નાશ કર્યો હતો. ગત અઠવાડિયે આ ઘટના કુવૈતીનાં અખબાર અલ જરિદાનાં અહેવાલમાં જણાવાયું છે. અખબારે અહેવાલ આપ્યો છે કે ઇઝરાઇલી સાયબર એટેક પર ગુરુવારે ઇરાનનાં નતાંજ પરમાણુ સંવર્ધન કેન્દ્રમાં ફાયરિંગ થઇ ગયુ અને ભારે વિસ્ફોટ થયો હતો.

આ સમગ્ર કેન્દ્ર ભૂગર્ભમાં બનાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇઝરાઇલનાં આ હુમલા બાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હવે બે મહિના પાછો ચાલ્યો ગયો છે. અલ જરિદાએ જણાવ્યું હતું કે, ગત શુક્રવારે ઇઝરાઇલી F-16 સ્ટીલ્થ ફાઇટર જેટે પર્ચિન વિસ્તારમાં આવેલા ઇરાની ઠેકાણે હુમલો કર્યો અને ઘણા બોમ્બ ફેંક્યા હતા. એવું માનવામાં આવે છે કે તે એક મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર હતુ. જો કે ઇઝરાઇલનું કહેવું છે કે ઈરાન સતત તેના શસ્ત્રો અને મિસાઇલોને અપગ્રેડ કરી રહ્યું છે અને તે યહૂદી વિરોધી હિઝબુલાને સપ્લાય કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.