Not Set/ ઇસ્લામિક પ્રચારક ડો. ઝાકિર નાઇક વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ

વિવાદાસ્પદ ઇસ્લામિક પ્રચારક ડો. ઝાકિર નાઇક વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તેનાં ઘૃણાસ્પદ ભાષણો દ્વારા બે સમુદાયોમાં વેરઝેર ફેલાવવા, યુવાનોને આતંકી ઘટનાઓમાં સામેલ થવા માટે પ્રેરણા આપવા તેમજ આતંકી ફન્ડિંગ અને કરોડો રૂપિયાનાં મની લોન્ડ્રિંગનો આક્ષેપ કરાયો છે.બુધવારે તપાસ એજન્સીએ તેના વિરુદ્ધ ૪,૦૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી. તેની સાથે […]

India
Naik ઇસ્લામિક પ્રચારક ડો. ઝાકિર નાઇક વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ

વિવાદાસ્પદ ઇસ્લામિક પ્રચારક ડો. ઝાકિર નાઇક વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તેનાં ઘૃણાસ્પદ ભાષણો દ્વારા બે સમુદાયોમાં વેરઝેર ફેલાવવા, યુવાનોને આતંકી ઘટનાઓમાં સામેલ થવા માટે પ્રેરણા આપવા તેમજ આતંકી ફન્ડિંગ અને કરોડો રૂપિયાનાં મની લોન્ડ્રિંગનો આક્ષેપ કરાયો છે.બુધવારે તપાસ એજન્સીએ તેના વિરુદ્ધ ૪,૦૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી. તેની સાથે મોટી સંખ્યામાં દસ્તાવેજ પણ જોડવામાં આવ્યા. તેમાં લગભગ ૮૦ સાક્ષીના નિવેદન સામેલ છે. એનઆઈએએ નાઇકની ૧૯ અચલ સંપત્તિઓની પણ તપાસ કરી છે.તેની કિંમત લગભગ ૧૦૪ કરોડ જણાવવામાં આવી રહી છે.એનઆઈએ દ્વારા આ સંપત્તિઓને ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા આર્થિક સ્તોત્રની જાણકારી પણ મેળવાઈ રહી છે એનઆઈએએ ૫૧ વર્ષીય નાઇક વિરુદ્ધ ગયા વર્ષે ૧૮ નવેમ્બરના રોજ આઈપીસીની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.