Not Set/ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સહારા ગ્રુપની એમ્બી વેલી ઉપર કર્યો ટેક્સ ચોરીને દાવો

સુબ્રત રોય અને સહારા ગ્રુપની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સહારા ગ્રુપની એમ્બી વેલી ઉપર 24,843 કરોડ રુપિયાની ટેક્સ ચોરીને દાવો કર્યો છે. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બોમ્બે હાઈકોર્ટ એમ્બી વેલીની હરાજી કરવાની તૈયારી કરી રહી છે. આ બધી ઘટનાઓ વચ્ચે ઈનકમ ટેક્સ વિભાગનો આ દાવો […]

World Business
Subrat Roy. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સહારા ગ્રુપની એમ્બી વેલી ઉપર કર્યો ટેક્સ ચોરીને દાવો

સુબ્રત રોય અને સહારા ગ્રુપની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સહારા ગ્રુપની એમ્બી વેલી ઉપર 24,843 કરોડ રુપિયાની ટેક્સ ચોરીને દાવો કર્યો છે. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બોમ્બે હાઈકોર્ટ એમ્બી વેલીની હરાજી કરવાની તૈયારી કરી રહી છે. આ બધી ઘટનાઓ વચ્ચે ઈનકમ ટેક્સ વિભાગનો આ દાવો સહારા ગ્રુપ માટે નવી મુસીબત ઉભી કરી શકે છે.એક ખાનગી અખબારના જણાવ્યા મુજબ ઈનકમ ટેક્સ વિભાગે ગત 26 જુલાઈના રોજ જાણકારી આપી હતી કે, એમ્બી વેલી ઉપર 24,843 કરોડ રુપિયાની ટેક્સની ચુકવણી બાકી છે. આ ચુકવણીમાં વ્યાજ ઉમેરવામાં આવ્યું નથી.તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે આદેશ કરતા જણાવ્યું હતું કે, જો સહારા ગ્રુપ તરફથી નિયત કરેલી સમય મર્યાદામાં રુપિયા 5,092 કરોડ ભરપાઈ નહીં કરવામાં આવે તો આ પરિસ્થિતિમાં પુણે સ્થિત પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે. કોર્ટના આ આદેશ બાદ IT વિભાગે પણ સહારા ગ્રુપ દ્વારા પોતાને ચુકવવાની રકમ અંગે જાણ કરી હતી.જો કે એમ્બી વેલીની હરાજીને લઈને અંતિમ નિર્ણય સર્વોચ્ચ અદાલત કરશે