Not Set/ ઈમરાન હાશ્મીને તેની પત્ની માને છે અશુભ

બોલિવુડના અભિનેતા ઈમરાન હાશ્મીની પત્ની પરવીન જ્યારે વોકરની રમત રમતી હોય ત્યારે એને નજીક નથી ફરકવા દેતી. ઈમરાનના કહેવા પ્રમાણે પત્ની એને અશુભ માનતી હોવાથી આમ કરે છે.ઈમરાન હાશ્મીની પત્ની આ રમતમાં નિષ્ણાંત છે. પરંતુ ઈમરાન હાશ્મી આ રમતમાં ખાસ કઈ ઉકાળી નથી શકતો.ઉલ્લેખનીય છે કે ચુંબન સમ્રાટ ઈમરાન હાશ્મી ફિલ્મોમાં પણ ભાગ્યે જ કંઈ ઉકાળી […]

Entertainment

બોલિવુડના અભિનેતા ઈમરાન હાશ્મીની પત્ની પરવીન જ્યારે વોકરની રમત રમતી હોય ત્યારે એને નજીક નથી ફરકવા દેતી. ઈમરાનના કહેવા પ્રમાણે પત્ની એને અશુભ માનતી હોવાથી આમ કરે છે.ઈમરાન હાશ્મીની પત્ની આ રમતમાં નિષ્ણાંત છે. પરંતુ ઈમરાન હાશ્મી આ રમતમાં ખાસ કઈ ઉકાળી નથી શકતો.ઉલ્લેખનીય છે કે ચુંબન સમ્રાટ ઈમરાન હાશ્મી ફિલ્મોમાં પણ ભાગ્યે જ કંઈ ઉકાળી શકયો છે. સતત નિષ્ફળ ફિલ્મો આપવાને કારણે એ બોલિવુડમાંથી લગભગ ફેંકાઈ ગયો છે.

અભિનેતા તરીકે નિષ્ફળ જવાને કારણે એણે હવે તે ફિલ્મના બીજા પાસાંઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો કે બહુ જલદી એ નિર્માતાની ટોપી પહેરશે અને ફિલ્મોમાં નિર્માણ કરવાનો છે..જો કે એની છેલ્લી ‘બાદશાહો’ પણ નિષ્ફળ ગઈ છે.