Not Set/ મૌની રોયે બધાની સામે સલમાન ખાન સાથે ડાન્સ કરવાનો કર્યો ઇનકાર, જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના સ્ટાઇલિશ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અભિનેત્રી અવારનવાર તેના ચાહકોમાં સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

Entertainment

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના સ્ટાઇલિશ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અભિનેત્રી અવારનવાર તેના ચાહકોમાં સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે આવામાં ફરી એકવાર મૌની રોય અને સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ થ્રોબેક વીડિયોમાં મૌની રોયને સલમાન ખાન સાથે ડાન્સ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના જવાબમાં મૌની ‘ના’ માં જવાબ આપે છે અને શરમાઈ જાય છે. મૌની રોય અને સલમાન ખાનનો આ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે.

મૌનીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. વીડિયો તે સમયનો છે જ્યારે તેણે ચેટ શો સુપર નાઇટ વિથ ટ્યુબલાઇટમાં અભિનય કર્યો હતો. આ શો 2017 માં સલમાનની ફિલ્મ ટ્યુબલાઇટના પ્રમોશન માટે પ્રસારિત કરવામાં આવ્યો હતો. કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર દ્વારા ચેટ શો હોસ્ટ કરાયો હતો.

https://www.instagram.com/p/BVK0Neel6ki/?utm_source=ig_web_copy_link

તમે વીડિયોમાં જોઈ શકો છો કે કોઈ મૌનીને જયારે પૂછવામાં આવ્યું શું તમે સલમાન ખાન સાથે ડાન્સ કર છો, તો તેણી આનો જવાબ ‘ના’ માં આપે છે. તે પછી તે પાછળ વળે છે અને સલમાન ખાન સાથે ટકરાઇ જાય છે. આ પછી, તે ખૂબ શરમાવા લાગે છે. મૌનીના ચાહકોને વીડિયોનો ખૂબ પસંદ આવી રહ્યો છે અને ફરી એક વાર આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે.

https://www.instagram.com/p/CKstA6MAywv/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે, મૌની રોય આજકાલ તેના નવા ગીત પતલી  કમરીયાને કારણે ચર્ચમાં છવાયેલી છે. લોકોને તેનું આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું  છે. પરંતુ આ દરમિયાન, મૌનીના લગ્નના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહી છે. આ સંદર્ભે, અભિનેત્રીના પરિવારના સભ્યોએ તેમના બોયફ્રેન્ડ સૂરજ નાંબિયારના માતા-પિતાને પણ મળ્યા છે.

મૌની રોયની આગામી ફિલ્મોની વાત કરવામાં આવે તો, તે ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં મૌની રોય અભિનેત્રી આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સાથે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. છેલ્લી વખત મૌની રોય લંડન કોફિડેન્શિયલમાં દેખાઇ હતી, જેમાં તેના અભિનય ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી અભિનેત્રીએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તે જ સમયે, સલમાન ખાન સાથે ટૂંક સમયમાં ફિલ્મ ‘રાધે’માં જોવા મળશે.