Not Set/ ઉત્તર પ્રદેશ બાદ બિહારમાં વિદ્યાર્થિનીનાં હાથ પગ બાંધી હેવાનોએ કર્યો ગેંગરેપ

ઉત્તર પ્રદેશમાં બળાત્કારની ઘટનાઓ બાદ હવે બિહારમાં પણ બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિહારના કૈમૂરના ચૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામની એક વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે યુવતી ઘાસ કાપવા ગામમાં ગઈ ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકી દીધો હતો. […]

Uncategorized
8bb5b73adefd5ca6319230ffe36f6f2c 1 ઉત્તર પ્રદેશ બાદ બિહારમાં વિદ્યાર્થિનીનાં હાથ પગ બાંધી હેવાનોએ કર્યો ગેંગરેપ

ઉત્તર પ્રદેશમાં બળાત્કારની ઘટનાઓ બાદ હવે બિહારમાં પણ બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિહારના કૈમૂરના ચૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામની એક વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે યુવતી ઘાસ કાપવા ગામમાં ગઈ ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકી દીધો હતો.

ઘટના સ્થળ પર પહોંચતા જ એસ.ડી.પી.ઓ. સુનિતા કુમારીની આગેવાની હેઠળ પોલીસે ગ્રામજનોને સમજાવ્યા બાદ બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓને પોતાની સાથે લેવાનું શરૂ કર્યું ત્યારે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પોલીસની ગાડીમાંથી બદમાશોને ખેંચીને માર માર્યો હતો.

ગામલોકોના જણાવ્યા અનુસાર, બદમાશોએ યુવતીના પહેલા હાથ અને પગને બાંધી દીધા હતા. પછી તેને દવા આપી. બાદમાં, ઘટનાને અંજામ આપ્યા પછી, તેને કાદવ કીચડમાં ચહેરો નીચે દબાવ્યો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એસપી દિલનવાઝ અહેમદે જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.