Not Set/ સુમોનાને મિત્રોએ પૂલમાં માર્યો ધક્કો, પડ્યા બાદ એક્ટ્રેસની થઇ આવી હાલત

કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્નીનો રોલ કરનારી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. ‘ધ કપિલ શર્મા શો‘  માં પોતાના અંદાજથી સૌને હસાવતી સુમોના ચક્રવર્તીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીનો આ વીડિયો તેના 30 […]

Uncategorized
ce056bcb2dca385e9db8bff6a0b7dbed સુમોનાને મિત્રોએ પૂલમાં માર્યો ધક્કો, પડ્યા બાદ એક્ટ્રેસની થઇ આવી હાલત

કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્નીનો રોલ કરનારી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. ધ કપિલ શર્મા શો માં પોતાના અંદાજથી સૌને હસાવતી સુમોના ચક્રવર્તીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીનો આ વીડિયો તેના 30 માં જન્મદિવસનો છે, જેમાં તેના મિત્રો મળીને તેને પૂલમાં ધકેલી દે છે. પૂલમાં પડ્યા પછી સુમોના ચક્રવર્તીની હાલત જોવા જેવી છે.

સુમોના ચક્રવર્તીનો આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જોકે અભિનેત્રીનો આ વીડિયો જૂનો છે, પરંતુ લોકો તેના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં સુમોના ચક્રવર્તીએ લખ્યું છે કે, ‘જ્યારે મારા 30 માં જન્મદિવસ પર મધ્યરાત્રિએ મને પાણીમાં ધકેલી દેવામાં આવી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુમોના ચક્રવર્તીને તેના બધા મિત્રો મળીને પૂલમાં ધકેલી દે છે અને તે પછી તેઓ બધા તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવે છે. જમાવી દઇએ કે, 24 જૂને સુમોના ચક્રવર્તીએ તેનો 32 મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આપને જણાવી દઇએ કે, સુમોના ચક્રવર્તી એક પ્રખ્યાત ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. તેણે આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ મનાથી 11 વર્ષની ઉંમરે પોતાના અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. આ પછી સુમોના ચક્રવર્તીએ ઘણા ટેલિવિઝન શો કર્યા, પરંતુ તેને બડે અચ્છે લગતે હૈંથી સૌથી વધુ ઓળખ મળી. આ પછી સુમોના ચક્રવર્તીએ કપિલ શર્મા સાથે કોમેડી નાઇટ્સ વિથ કપિલ‘, ‘ધ કપિલ શર્મા શો-1અને ધ કપિલ શર્મા શો 2પણ કર્યું હતું. આ દિવસોમાં સુમોના ધ કપિલ શર્મા શો માં ભૂરીની ભૂમિકામાં જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.