Not Set/ ઉનાનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ – નગરપાલિકા પ્રમુખ સહિતનાં પર જીવલેણ ફાયરિંગ….

ઉનાનાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, ઉના નગરપાલિકાનાં પ્રમુખ સહિત એક વ્યક્તિ પર હત્યા કરવાનાં ઇરાદા સાથે જીવલેણ હુમલો થયો હોવાના સમાચારે ભારે ચક્કચાર જગાવ્યો છે. જી હા, પૂર્વ ધારાસભ્ય રાઠોડ તેમજ પાલિકા પ્રમુખ સહિતના લોકો અલોકિક કામ આર્થે ભેગા થાય હતા તે જ સ્થળે જાહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ […]

Gujarat Others
c31d1d66680a8a8a6e15d7d4fe7594eb ઉનાનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ - નગરપાલિકા પ્રમુખ સહિતનાં પર જીવલેણ ફાયરિંગ....

ઉનાનાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, ઉના નગરપાલિકાનાં પ્રમુખ સહિત એક વ્યક્તિ પર હત્યા કરવાનાં ઇરાદા સાથે જીવલેણ હુમલો થયો હોવાના સમાચારે ભારે ચક્કચાર જગાવ્યો છે. જી હા, પૂર્વ ધારાસભ્ય રાઠોડ તેમજ પાલિકા પ્રમુખ સહિતના લોકો અલોકિક કામ આર્થે ભેગા થાય હતા તે જ સ્થળે જાહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહી છે. પૂર્વ ધારાસભ્ય રાઠોડ, પાલિકા પ્રમુખ સહિત અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે હત્યાનાં ઇરાદે આવેલા હત્યારાઓ ફાયરિંગમાં કરી આબાદ રીતે ફરાર થઇ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફાયરિંગમાં પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડને ગળાનાં ભાગે ગોળી વાગવાથી હાલત ગંભીર હોવાની અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવાઇ રહ્યા હોવાની માહિતી આપવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકરી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને  ફાયરિંગ કોણે્ અને કેમ કર્યું અને હત્યા કરવાનાં ઇરાદા પછળ શુ કારણ છે તેમજ ફરાર અજાણ્યા શખ્યોને ઝેર કરી ઝબ્બે કરવા માટેનાં ચક્રો ગતીમાન કરી દેવામાં આવ્યા છે. જો કે, ફાયરિંગના સમાચાર વાયુ વેગે પ્રસરિ જતા લોકોનાં ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઉનામાં હાલ સ્થિતિ ભારેલ અગ્ની સમાન જોવામાં આવી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….