Not Set/ એક જ દિવસમાં ભારતને મળી ટ્રિપલ ખુશી, હોકી, ગોલ્ફ અને બેડમિન્ટનમાં મળ્યા ખિતાબ

ભારત માટે રવિવાર ખિતાબી મુકાબલાઓમાં પ્રતિસ્પર્ધીઓના છક્કા છોડાવનાર દિવસ રહ્યો છે. તેની શરૂઆત ગોલ્ફર ગગનજીત ભુલ્લર દ્વારા થઇ હતી. તેમણે ત્રણ શૉટની લીડ સાથે મકાઉ ઓપનનું ખિતાબ જીત્યું હતું. આ પછી, ભારતે ઢાકા ખાતે રમાયેલી 10 મી એશિયન કપ હોકી ટુર્નામેન્ટના ફાઈનલમાં મલેશિયાને 2-1થી હરાવીને ત્રીજા વખત આ ટાઇટલ જીત્યું. તે જ સમયે, મનપ્રીત સિંહની […]

Sports
news2303 એક જ દિવસમાં ભારતને મળી ટ્રિપલ ખુશી, હોકી, ગોલ્ફ અને બેડમિન્ટનમાં મળ્યા ખિતાબ

ભારત માટે રવિવાર ખિતાબી મુકાબલાઓમાં પ્રતિસ્પર્ધીઓના છક્કા છોડાવનાર દિવસ રહ્યો છે. તેની શરૂઆત ગોલ્ફર ગગનજીત ભુલ્લર દ્વારા થઇ હતી. તેમણે ત્રણ શૉટની લીડ સાથે મકાઉ ઓપનનું ખિતાબ જીત્યું હતું. આ પછી, ભારતે ઢાકા ખાતે રમાયેલી 10 મી એશિયન કપ હોકી ટુર્નામેન્ટના ફાઈનલમાં મલેશિયાને 2-1થી હરાવીને ત્રીજા વખત આ ટાઇટલ જીત્યું.

તે જ સમયે, મનપ્રીત સિંહની કપ્તાની હેઠળ, ભારતે દસ વર્ષ પછી એશિયન હોકીનો તાજ પાછો મેળવ્યો છે. ભારત અગાઉ 2007 માં ચેમ્પિયન બન્યું હતું. પહેલી વખત એશિયા કપ ભારત 2003 માં જીત્યું હતું.પરંતુ સોના પર સુહાગા જેવી વાત રાત્રે બેડમિન્ટનમાં થઇ હતી. 25 વર્ષીય કિદામ્બી શ્રીકાંતે ડેનમાર્ક ઓપન ફાઇનલમાં ફક્ત  25 મિનિટમાં કોરિયાના લી હ્યુન ઈલને 21-10, 21-5થી હરાવી હતી. 2017 માં આ તેમનું ત્રીજું સુપર સિરીઝ ટાઇટલ છે.