Not Set/ શહીદોને સન્માન આપવા વિરાટ કોહલીએ કર્યો આ મોટો નિર્ણય

મુંબઇ, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ સીઆરપીફના જવાનોને શ્રધ્ધાંજલી આપવા ભારતની ક્રિકેટ ટીમના  કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે. વિરોટ કોહલીની એક સામાજીક ફાઉન્ડેશન ચલાવે છે અને આ સંસ્થા દ્રારા શુક્રવારે ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર એવોર્ડ્ઝનું આયોજન થવાનું હતું જો કે પુલવામાના હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીને દેશ આખો શોકાતુર છે ત્યારે વિરાટે આ ગમગીન વાતાવરણને […]

Top Stories Trending Sports
yr 13 શહીદોને સન્માન આપવા વિરાટ કોહલીએ કર્યો આ મોટો નિર્ણય

મુંબઇ,

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ સીઆરપીફના જવાનોને શ્રધ્ધાંજલી આપવા ભારતની ક્રિકેટ ટીમના  કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે. વિરોટ કોહલીની એક સામાજીક ફાઉન્ડેશન ચલાવે છે અને આ સંસ્થા દ્રારા શુક્રવારે ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર એવોર્ડ્ઝનું આયોજન થવાનું હતું

જો કે પુલવામાના હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીને દેશ આખો શોકાતુર છે ત્યારે વિરાટે આ ગમગીન વાતાવરણને ધ્યાનમાં રાખી તેમના ફાઉન્ડેશનના એવોર્ડ સમારંભના આયોજનને રદ્દ કરવાનું વ્યાજબી ગણ્યું.

વિરાટે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે આરપી-એસજી ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર ઈવેન્ટને ટાળી દેવામાં આવી છે. અત્યારે બધા શોકમાં ડૂબેલા છે. આવામાં અમે આ ઈવેન્ટને કેન્સલ કરીએ છીએ. આ ઈવેન્ટ શનિવારે થવાની હતી.

વિરાટે શુક્રવારે ટ્વીટ કરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વિરાટે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળી હું આઘાતમાં છું. શહીદોને મારા તરફથી શ્રદ્ધાંજલિ. ઘાયલ જવાનો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

શીખર ધવને કરી બદલાની વાત..

ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આ હુમલાની નિંદા કરતા ટ્વીટ કર્યું કે આ ન્યૂઝ સાંભળીને ઘણી બેચેની થઈ અને દુ:ખ પણ. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરું છું. હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોની સાથે છું.આ ઉપરાંત ધવને પણ બીજી એક ટ્વીટ કરી ભારતીય સેનાને અપીલ કરી કે, તે જલ્દી આનો બદલો લે. ધવન સિવાય અન્ય ભારતીય ક્રિકેટર્સે પણ આ હુમલાની નિંદા કરતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.