Not Set/ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળવા પર ઈમોશનલ થયા બિગ બી, કહ્યું- મારા આંસુ ન રોકી શક્યો

ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને બંને ઘરે પરત ફર્યા છે. ઐશ્વર્યા અને આરાધ્યાના ડિસ્ચાર્જ થવાથી બિગ બી ખુશ અને ઈમોશનલ છે. તેમણે આ બંનેનો ફોટો શેર કરતાં લખ્યું કે, મારી નાની પુત્રી અને બહુરાણી જ્યારે હોસ્પિટલમાંથી […]

Uncategorized
94dc809d3d318d68bd99bcc07ef9e268 ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળવા પર ઈમોશનલ થયા બિગ બી, કહ્યું- મારા આંસુ ન રોકી શક્યો

ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને બંને ઘરે પરત ફર્યા છે. ઐશ્વર્યા અને આરાધ્યાના ડિસ્ચાર્જ થવાથી બિગ બી ખુશ અને ઈમોશનલ છે. તેમણે આ બંનેનો ફોટો શેર કરતાં લખ્યું કે, મારી નાની પુત્રી અને બહુરાણી જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે હું મારા આંસુ રોકી શક્યો નહીં. હે ભગવાન, તમારી કૃપા અપાર, અપરમ્પાર.

આપને જણાવી દઈએ કે, અભિષેકે ટ્વીટ કરીને બંનેના ડિસ્ચાર્જ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું, ‘તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર. અમે હંમેશાં તમારા બધા માટે આભારી રહીશું. આભાર, ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે બંને ઘરે જ રહશે. હું અને મારા પિતા હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ રહીશું. ‘