Not Set/ હરિયાણાના રોહતકમાં ફરી ધ્રુજી ધરા, સતત બીજા દિવસે અનુભવાયા ભૂકંપના આંચકા

હરિયાણાના રોહતકમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 14 જૂનથી 6 દિવસમાં 16 મી વખત ભારતના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, હરિયાણાના રોહતકમાં આજે સવારે 5:37 વાગ્યે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનો અંદાજ 2.3 હતો. એનસીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર રોહતકની પૂર્વ અને દક્ષિણપૂર્વ દિશામાં હતું. જણાવી દઈએ […]

Uncategorized
9d2ce60036cfa1251d6e41dfcb00ffc3 1 હરિયાણાના રોહતકમાં ફરી ધ્રુજી ધરા, સતત બીજા દિવસે અનુભવાયા ભૂકંપના આંચકા
9d2ce60036cfa1251d6e41dfcb00ffc3 1 હરિયાણાના રોહતકમાં ફરી ધ્રુજી ધરા, સતત બીજા દિવસે અનુભવાયા ભૂકંપના આંચકા

હરિયાણાના રોહતકમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 14 જૂનથી 6 દિવસમાં 16 મી વખત ભારતના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, હરિયાણાના રોહતકમાં આજે સવારે 5:37 વાગ્યે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનો અંદાજ 2.3 હતો. એનસીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર રોહતકની પૂર્વ અને દક્ષિણપૂર્વ દિશામાં હતું. જણાવી દઈએ કે ગઈકાલે પણ રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ તેની તીવ્રતા ઓછી હતી.

ભારતીય સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે હરિયાણા અને આંદામાન નિકોબારમાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 4:18 વાગ્યે હરિયાણાના રોહતકમાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનો અંદાજ 2.3 હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતક જિલ્લાથી 15 કિમી દૂર છે. દક્ષિણપૂર્વમાં હતું.

આના થોડા કલાકો પછી, આંદામાન નિકોબાર આઇલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર સવારે 7:32 વાગ્યે આંદામાન નિકોબાર આઇલેન્ડના કેમ્પબેલ ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4.8 ની તીવ્રતા અનુભવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કેમ્પબેલથી 230 કિમી ઉત્તર પશ્ચિમમાં હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.