Not Set/ કચ્છમાં એક જ કુટુંબના 5 સભ્યો તણાતા બચાવવા પડેલ યુવાન પણ તણાયો, 1 નું મોત-2 ગંભીર-3 લાપતા

કચ્છના મુન્દ્રામાં આજે મેઘો મુશળધાર વરસ્યો છે જેને પગલે તાલુકાના ધ્રબ ગામમાં નદી ઓળંગવા જતા એક જ કુટુંબ ના 5 લોકો તણાયા હતા. જેને બચાવવા માટે એક પર પ્રાંતીય યુવાન નદી મા કુદયો હતો પણ એ પણ પાણી ના વહેણ માં તણાયો હતો. છ વ્યક્તિઓ નદીમાં તણાઈ જતા ગામમાં નાસભાગ મચી ગઇ હતી. ગામ ના […]

Gujarat Others

કચ્છના મુન્દ્રામાં આજે મેઘો મુશળધાર વરસ્યો છે જેને પગલે તાલુકાના ધ્રબ ગામમાં નદી ઓળંગવા જતા એક જ કુટુંબ ના 5 લોકો તણાયા હતા. જેને બચાવવા માટે એક પર પ્રાંતીય યુવાન નદી મા કુદયો હતો પણ એ પણ પાણી ના વહેણ માં તણાયો હતો. છ વ્યક્તિઓ નદીમાં તણાઈ જતા ગામમાં નાસભાગ મચી ગઇ હતી. ગામ ના જ બે યુવાનો યાકુબ તુર્ક તેમજ હુસેન તુર્કે પર પ્રાંતીય યુવાન તેમજ બે મહિલાઓ ને બચાવી લીધા હતા, જેમાંથી એક મહિલા નું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક મહિલા અને પર પ્રાંતીય યુવાન દવાખાના માં સારવાર હેઠળ છે, હજુ પણ એક મહિલા સહિત ત્રણ લોકો ની નદીમાં શોધખોળ ચાલુ છે. ઝરપરા, માંડવી તેમજ ગાંધીધામ ના તરવૈયાઓ શોધખોળમાં જોડાયા હતાં પણ હજુ સુધી એમની ભાડ મળી નથી પરિવારજનોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews