tax/ કરચોરોને દંડવા જીએસટી વિભાગ સજ્જ, સૌરાષ્ટ્રના આ શહેરો માટે મોબાઈલ સ્કવોર્ડની વોચ

રાજકોટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા રાજકોટ, મોરબી, જામનગર તેમજ ગોંડલ હાઇવે પર ખાસ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈ-વેબિલ વગર ટેક્સ ચોરી થતી હોવાનું

Gujarat Business
keshod 8 કરચોરોને દંડવા જીએસટી વિભાગ સજ્જ, સૌરાષ્ટ્રના આ શહેરો માટે મોબાઈલ સ્કવોર્ડની વોચ

રાજકોટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા રાજકોટ, મોરબી, જામનગર તેમજ ગોંડલ હાઇવે પર ખાસ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈ-વેબિલ વગર ટેક્સ ચોરી થતી હોવાનું જીએસટી વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટર દ્વારા માલની ખોટા ઈ-વેબિલ બનાવતા હોય છે અથવા તો તમારે માલ હોય તેના કરતા ઓછી કિંમતનો માલ દર્શાવવામાં આવતું હોય છે ત્યારે ટેક્સ ચોરી અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ થી જીએસટી વિભાગના અધિકારીઓને સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે કેટલાક ટ્રક દ્વારા ઉત્પાદકોનો માલ હાઈવે પર બારોબાર થી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. જેથી તે સ્ટોરી અટકાવવા માટે આ જવાબદારી મોબાઇલ સ્કવોડને સોંપવામાં આવી છે. અત્યાર સુધી અનેક પ્રકારની ક્ષતિઓના કારણે ઈ-વેબિલ બનાવ્યા વગર માલ બારોબાર થી જે તે વેપારીઓ દ્વારા કચોરીના ઇરાદાથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો. તેના પર હવે જીએસટી વિભાગ ચાંપતી નજર રાખી રહ્યો છે. જેથી વેપારીના બિલમાં વેરાશાખ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચેક કરવામાં આવશે અને મિસ મેચ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…