Not Set/ કર્ફ્યુ દરમિયાન પોતાની કાર લઈને બહાર નીકળવું આ ભારતીય ક્રિકેટરને પડ્યું ભારે, પોલીસે ફટકાર્યો દંડ

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 6600 થી વધુ પહોંચી ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 200 ને વટાવી ગઈ છે. કોરોનાથી બચવા માટે સરકારે લોકોને તેમના ઘરોમાં રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન જવાની અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી 14 એપ્રિલ સુધી […]

Uncategorized
e26e92661b89e7085fe6eddf92f1e136 કર્ફ્યુ દરમિયાન પોતાની કાર લઈને બહાર નીકળવું આ ભારતીય ક્રિકેટરને પડ્યું ભારે, પોલીસે ફટકાર્યો દંડ

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 6600 થી વધુ પહોંચી ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 200 ને વટાવી ગઈ છે.

કોરોનાથી બચવા માટે સરકારે લોકોને તેમના ઘરોમાં રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન જવાની અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લોકડાઉન તોડવા અંગે દેશભરમાં પ્રસાસન ખૂબ સખ્ત છે. વીઆઇપી હોય કે સામાન્ય માણસ, લોકડાઉનનું ઉલ્લંઘન કરવા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સંબંધમાં, એક ભારતીય ક્રિકેટર પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થયો હતો, ત્યારબાદ પોલીસે તેનું ચલણ કાપ્યું હતું

હિમાચલ પ્રદેશના મંડીમાં રહેતો ક્રિકેટર ઋષિ ધવન કર્ફ્યુ દરમિયાન તેની લક્ઝરી કાર લઇને બહાર આવ્યો હતો, જેને ગાંધી ચોક નાકા પર ઉભેલી પોલીસે પકડ્યો હતો.

પોલીસે ધવનને તેના બહાર નીકળવાનું કારણ પૂછ્યું, પરંતુ ધવન યોગ્ય જવાબ આપી શક્યા નહીં. જે બાદ પોલીસે તેનું 500 રૂપિયાનું ચલણ કાપ્યું હતું. ઋષિ ધવને ભૂલ માનીને તરત જ ચલણ ભર્યું હતું.

આપને જણાવી દઈએ કે અહીં સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી રહી છે જેથી લોકો તેમના મહત્વપૂર્ણ કામ કરી શકે. જો કે, પાસ વિના કાર લઈને બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેના કારણે ઋષિ ધવન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.