Not Set/ કેન્દ્રિય આરોગ્ય ટીમે કહ્યું, -ગુજરાતમાં કોરોનાની સારવાર મુદ્દે સંતોષકારક માહોલ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ બેકાબૂ બનતો જઈ રહ્યો છે. ત્યારે આજ રોજ ફરી એકવાર કેન્દ્રિય આરોગી વિભાગનીતિમ ગુજરાતની મુલાકાતે આવી છે. તેમણે અમદાવાદ અને સુરત બંને શહેરોની મુલાકાત લીધી હતી. અને સુરત અને અમદાવાદની કથળતી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કોરોના મહામારીને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રિય ટિમમાંથી વિનોદ પૉલે જણાવ્યુ હતું કે, […]

Uncategorized
937a8f4bc6ab1afad61ea17a3d5c7b8c કેન્દ્રિય આરોગ્ય ટીમે કહ્યું, -ગુજરાતમાં કોરોનાની સારવાર મુદ્દે સંતોષકારક માહોલ
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ બેકાબૂ બનતો જઈ રહ્યો છે. ત્યારે આજ રોજ ફરી એકવાર કેન્દ્રિય આરોગી વિભાગનીતિમ ગુજરાતની મુલાકાતે આવી છે. તેમણે અમદાવાદ અને સુરત બંને શહેરોની મુલાકાત લીધી હતી. અને સુરત અને અમદાવાદની કથળતી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કોરોના મહામારીને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્રિય ટિમમાંથી વિનોદ પૉલે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીના આમંત્રણ ને માન આપી આવ્યા છીએ. સુરતમાં વિવિધ વિભાગો સાથે બેઠક કરી હતી. હોસ્પિટલની મુલાકાત પણ લીધી અને અમદાવાદ કોર્પોરેશન એ કઈ રીતે કોરોના માં કામગીરી કરી તેનીચર્ચા મુલાકાત કરી હતી.

અહીંયા બેસ્ટ પ્રેક્ટિસ જોવા મળીછે. અમદાવાદમાં અર્બન હેલ્થનો કન્સેપ્ટ દેખાયો છે. જે પરપ્રાંતિય મજૂરો પરત આવી રહયા છે તેમની કામ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે. મજૂરોની સલામતી માટે કારખાનાઓ પર કેવી વ્યવસ્થા કરવી તે મહત્વનો મુદ્દો છે. આ માટે સરકારે એસ ઓ પી ની રચના કરી તે યોગ્ય છે. ગુજરાતમાં કોરોના ની સારવાર મુદ્દે સંતોષકારક માહોલ છે. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે. મૃત્યુદર ઘટ્યો છે તે આવકાર્ય છે. આયુષ મુજબ આયુર્વેદિક નુસખા અને દવાઓનો વપરાશ સરાહનીય છે.

મજૂરોએ પોતાની દિનચર્યા બદલવી પડશે. સાથે જ વ્યસન જેવી ખરાબ આદતોને પણ બદલવી પડશે. હજુ ઘણાં મહિનાઓ સુધી વાયરસ રહેશે. હાલમાં જે વ્યવસ્થા બનાવેલ છે તે સારી છે.

તો ડો. ગુલેરિયાનું પણ કહેવું છે કે કેસ ઓછા થયા છે. એએમસી ની કેરોના રણનિતી ના વખાણ કર્યા હતા. ગઇ વખત અને આ વખત ની સ્થિતિમાં ઘણો ફેરફાર જોઇ રહ્યો છુ. અન્ય શહેરો મા પણ આ રણનિતી અમલી કરવા કર્યું સૂચન છે.

કોરોના સિવાય ના દર્દીઓ માટે ધન્વંતરી રથ આશીર્વાદ સમાન જણાવ્યુંહાલમાં કોરોનાને પહોંચી વળવા માટે જે વ્યવસ્થા બનાવેલ છે એ સારી છે. હજુ ઘણા બેડ ખાલી છે. જેથી પરીસ્થિતી સારી છે. આ લોકોએ સંતોષકારક સ્થિતિ હોવાનો દાવો કર્યો છે. તો એક તરફ સુરતમાં આંકડા છુપાવવાને લઈ લોકોમાં ઘણા પ્રશ્નો પણ છે. લોકો તંત્ર પર આરોપો નાંખી રહ્યા છે કે ખરેખર સરકાર આંકડા અને મૃત્યુ સાચું કેમ નથી બતાવતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.