Not Set/ કેવી રહેશે આપની 13/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 13 જૂન 2020, શનિવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ધન સંબંધી કાર્યો થાય. જાહેર ક્ષેત્રમાં પણ જોડાવાનું શક્ય બનશે. તમારા વારસાઈ […]

Uncategorized
aa755fdea87a74017b1cb4af0b96cf6a 8 કેવી રહેશે આપની 13/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 13 જૂન 2020, શનિવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  ધન સંબંધી કાર્યો થાય. જાહેર ક્ષેત્રમાં પણ જોડાવાનું શક્ય બનશે. તમારા વારસાઈ સંબંધી કાર્યો સરળ બને અથવા તમને અચાનક ધન પ્રાપ્તિના અવસરો પણ રચાય. કોઈ ઈલેક્ટ્રોનિક ઉપરકરણની સંભાળ લેવાનું પણ શક્ય બને.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) વેપાર સંબંધી કાર્યોમાં હજુ તમારે થોડું સાચવવાની જરૂર છે. કોઈપણ કાર્ય ઉશ્કેરાટથી કરવું નહીં. તમારી સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે આજે તમારે થોડી રકઝક થઈ શકે છે માટે સાવધાની રાખવી. વેપાર સંબંધી આજે વણનોતર્યો ખર્ચ થવાની પણ શક્યતા નકારી નથી શકાતી. થોડા પડકાર વચ્ચે પણ તમારો માન-મોભો જળવાઈ જાય તેવી પૂર્ણ શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) નોકરીમાં ધનલાભ થવાની શક્યતા છે. મિત્રો દ્વારા તમને લાભ થાય અને નાની-મોટી મુસાફરી થવાની શક્યતા પણ દર્શાવે છે. બપોર પછી ભાષામાં તમારે વધારે સાવધાની રાખવી. તમારે પ્રમાણિક રહેવું પડશે જો તમે બીજાને છેતરવા જશો તો તમે જ છેતરાઈ જશો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  વિદ્યાર્થી મિત્રો ગૂઢ સંશોધન કરી શકે છે. તેમની કારકિર્દીમાં ઉત્તમ વળાંક આવે અને કાર્યક્ષેત્રે નવી શોધ પણ કરી શકે છે. વેપારી મિત્રોએ થોડી સાવધાની રાખવી પણ ધન પ્રાપ્તિના અવસરો રચાયા છે. વેપારમાં કોઈ ઉતાવળીયો કે આંધળૂકીયો નિર્ણય ન કરવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) નોકરીયાતો માટે શુભ સમાચાર મળી શકે છે અથવા નોકરીમાં ઉત્સાહ વધી શકે છે. નાની-મોટી ધાર્મિક મુસાફરી કરવાની તમને ઇચ્છા થાય. તમારા જીવનસાથી દ્વારા તમારા કાર્યમાં શુભ યોગદાન થઈ શકે છે. બપોર પછી મિત્રો સાથે અથવા વડીલો સાથે થોડી રકઝક થઈ શકે છે માટે સાવધાન રહેવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) જરૂરિયાત પ્રમાણે ધનની વ્યવસ્થા થઈ રહેશે. તમારો જોશ અને ઉત્સાહ ઘણો વધારે રહેશે. નોકરીમાં થોડી સાવધાની રાખજો. કાર્યમાં જેટલું વધુ ઊંડાણ મેળવશો તેટલો જ તમને ફાયદો થશે. લાભ મળવાની શક્યતા નકારી નથી શકાતી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) ધન સંપંત્તિ પ્રાપ્ત થઈ શકે છે. પેટ સંબંધી બિમારીથી તમારે થોડું વધારે સાચવવાનું રહેશે. જમીન-મકાનથી ફાયદો થઈ શકે છે. જો તમે ઈલેક્ટ્રોનિક કે કેમિકલ ક્ષેત્રે સંકળાયેલા હશો તો તમારો ફાયદો વધારે રહેશે. જો તમે પરણિત હોવ તો સાસરી સંબંધી કાર્યોમાં વ્યસ્તતા રહી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) કુંવારા જાતકો માટે લગ્ન સંબંધી પ્રસ્તાવ આવી શકે છે. સવારના સમયે તમારું મન થોડું વધારે વિચાર કરતું રહેશે પણ, બપોર પછી તમારી સ્વસ્થતા વધી શકે છે. માતા દ્વારા તમારું ભાગ્ય વધુ ખીલે. જો તમે જમીન-મકાનના કાર્ય સાથે જોડાયેલા હોવ તો કુળદેવીના દર્શન કરીને કાર્યનો પ્રારંભ કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) આજે કાર્યમાં થોડા અંતરાય આવી શકે છે. ઘર સંબંધી કાર્યોમાં થોડું મનોમંથન વધારે રહેશે. વેપારી મિત્રોને આજે સરળતા રહે સાથે સાથે નોકરીયાત મિત્રોને પણ શાંતિથી દિવસ પસાર થાય. સંતાન સંબંધી કાર્યોમાં થોડો ઉશ્કેરાટ વ્યાપે તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  સંતાનથી આજે તમને લાભ મળતો જણાય છે. સાથે સાથે, જીવનસાથીને જમીન-મકાનથી લાભ મળતો જણાય છે. આપના કાર્યક્ષેત્રમાં અચાનક કોઈ બદલાવ આવી શકે છે. બપોર પછીનો સમય થોડો મનોમંથનનો રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) ધર્મકાર્યમાં સહભાગીતા કેળવાય તેવું લાગે છે. કોઈ સેવાકીય કાર્યમાં પણ તમે જોડાવ તેવી શક્યતા છે. વેપારમાં વિશેષ લાભ જણાય છે પણ તમે જો નોકરી કરતા હશો તો તમારા અધિકારી આજે તમારી ઉપર વિશેષ રહેમ નજર રાખે તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) સંબંધોમાં વધુ મહેનત કરવી પડે તેવું દર્શાવે છે. બપોર પછીના સમયમાં તમારે તર્કશક્તિ વધુ સતેજ બનશે. તમારા પહેલા કરેલા શુભ કર્મોનું ફળ તમને મળશે અને તમારી મુશ્કેલી હળવી થાય તેવા સંકેત પણ મળી રહ્યા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  નાના ભાઈ બહેન અથવા તમે તમારા પડોશીને સહાયરૂપ બનવા પ્રયત્ન કરવો.

* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.