Not Set/ કેવી રહેશે આપની 14/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 13 જૂન 2020, શનિવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ઘર સંબંધી કાર્યો રહી શકે છે. આજે દૈનિક આવકમાં […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 કેવી રહેશે આપની 14/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 13 જૂન 2020, શનિવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) ઘર સંબંધી કાર્યો રહી શકે છે. આજે દૈનિક આવકમાં ઉમેરો થાય અને તમે જે શહેરમાં રહેતા હોય ત્યાંથી બીજા શહેરથી તમને આવકનો માર્ગ મોકળો થઈ શકે છે. કાર્ય કરવાની તમારી શક્તિ રહેશે પણ તમારે વાણીવિલાસથી ચેતવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – ધર્મ અને ભક્તિ તરફ તમારી વૃત્તિ વળે. તમે તમારા ગુરૂને શરણે જઈ કંઈક મનની વાત કરો તેવા સંકેત પણ મળે છે. નોકરીમાં થોડા પ્રવાસનું આયોજન કરીને તમે આગળ વધો. ઋતુગત બિમારીથી તમારે સાવધાન રહેવું પડશે અને મનમાં ખોટી ચિંતાઓ ઊભી થાય તો કુળદેવીની ઉપાસના કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – આરોગ્યની સાવધાની રાખજો. ધન સંબંધી બાબતોની મુશ્કેલી હજું પણ તમને હળવી થતી જણાતી નથી. બપોર પછી સંતાન તરફથી તમને હૂંફ અને હિંમત મળે. તમે તમારા ઇષ્ટદેવને પ્રમાણિકપણે ભજો અને સત્ય-નીતિને જાળવીને કાર્ય કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  જો તમે કુંવારા હશો તો તમે જીવનસાથીના અનુસંધાનમાં કાર્યરત થશો. લગ્નના જુદા જુદા પ્રસ્તાવ સંબંધી ચર્ચા વિચારણા થાય. આજે માતા પ્રત્યે તમને ચિંતા થાય. ઘર સંબંધી તમે થોડા વધુ ચિંતીત થઈ જાવ તેવું પણ દર્શાવે છે. બપોર પછીનો સમય તમારા માટે લાગણી ઉપજાવનારો થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – મોસાળ તરફથી કંઈક લાભ મળતો જણાય છે. રોજિંદા કાર્યમાં આજે વૃદ્ધિ થઈ શકે છે અને આવકનો સ્રોત પણ બળવાન બની શકે છે. શરદી-ખાંસીથી આજે તમારે ચેતવાની જરૂર છે. સાસરી પક્ષ તરફથી કંઈક લાભના સંકેત મળી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે સાનુકૂળ દિવસ થઈ શકે છે. વિદ્યાર્થીમિત્રો માટે અભ્યાસ માટે વધુ યોગ્ય દિવસ દેખાય છે. આજે તમને ઓછા આવડતા વિષયો ઉપર ધ્યાન આપશો તો સફળતા મળશે. બપોર પછી તમારી ધન પ્રાપ્તિમાં ઉમેરો થતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – તમારો માન-મોભો જળવાઈ રહે તે બાબતે થોડી સાવધાની રાખવી. કોઈપણ બિનજરૂરી બાબતમાં હસ્તક્ષેપ કરતા પહેલા વિચાર કરવો પડશે. વારસાઈ સંબંધી બાબતોમાં આજે ચર્ચા થાય. જે જાતકો શોધ અને સંશોધન ક્ષેત્રે જોડાયેલા છે તેમના માટે સાનુકૂળ દિવસ વિતી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – આજે ધર્મકાર્ય થઈ શકે છે. મંદિરે જવાની ઇચ્છા થાય. ધાર્મિક પુસ્તકો વાંચવાની પણ ઇચ્છા થાય. ઘરમાં કંઈક નવું ફર્નિચર લાવી સુખ-સગવડમાં ઉમેરો કરવાનું કાર્ય પણ આજે કરવાનો વિચાર આવે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – માતાના આરોગ્યની ચિંતા થાય. ઘરમાં જો ક્યાંક ભેજ આવતો હોય તો સ્હેજ ચેતી જજો. ધન સંબંધી થોડી કંજૂસાઈ કરવાની ઇચ્છા થાય. તમારું બજેટ તમે થોડુકં વધુ કડક કરો અને ઘરમાં કરકસર કરવાની સૂચનાઓ આપવાની ઇચ્છા થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  જૂનું ધન તમને મળી શકે છે. જીવનસાથીને નાના-મોટો પ્રવાસ થઈ શકે છે. કાર્યમાં વૃદ્ધિ આવે અને તમને સહકાર પણ મળી શકે છે. બપોર પછીનો સમય તમારા માટે વિશેષ યોગ્યતાવાળો રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – ધન આવશે ખરું પણ વપરાશે. શુભકાર્યમાં ધન વાપરવાની ઇચ્છા થશે માટે, એક પ્રકારે તમે પુણ્યનું ભાથું બાંધવા માટેના વિચાર કરશો. તમારે ભાષા ઉપર થોડો સંયમ રાખવો પડશે. નિરાશાજનક ભાષા બોલવાથી તમારે દૂર રહેવું.

1bad57ac7208d9440eafd9d9971984ca કેવી રહેશે આપની 14/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – ધન પ્રાપ્તિના અવસરો મળી રહ્યા છે. તમને કોઈક નવી તક મળી શકે છે. નોકરીમાં તમને બદલી અને બઢતીના યોગ છે. આજનો દિવસ તમારી પ્રગતિને મોકળો કરનારો હોઈ શકે છે.

bf444601e088195678ad319da79b517e કેવી રહેશે આપની 14/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  સફેદ વસ્ત્ર પહેરી સૂર્યદેવને જળ ચઢાવવું (પહેરવા માટે સફેદ વસ્ત્ર ન હોય તો સફેદ રૂમાલ હાથમાં પકડવો).

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.