Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ કેસ નોંધાયા, કુલ મોતનો આંક પહોંચ્યો…

દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓનો આંકડા રોજ નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યા છે. રવિવારે સવારે પહોંચેલા આંકડાઓ પ્રમાણે કોરોના વાયરસનાં 11,929 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 311 લોકોનાં મોત થયાં છે. એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા આ કોરોનાનાં સૌથી વધુ કેસ છે. એક દિવસ અગાઉ, 11,458 નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા […]

India
2e514d8c7bd3879f6ff74f672df5fc91 2 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ કેસ નોંધાયા, કુલ મોતનો આંક પહોંચ્યો...
2e514d8c7bd3879f6ff74f672df5fc91 2 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ કેસ નોંધાયા, કુલ મોતનો આંક પહોંચ્યો...

દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓનો આંકડા રોજ નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યા છે. રવિવારે સવારે પહોંચેલા આંકડાઓ પ્રમાણે કોરોના વાયરસનાં 11,929 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 311 લોકોનાં મોત થયાં છે. એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા આ કોરોનાનાં સૌથી વધુ કેસ છે. એક દિવસ અગાઉ, 11,458 નવા કેસ નોંધાયા હતા.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસનાં કુલ કેસ 3,20,922 થયા છે, જેમાંથી 1,49,348 સક્રિય કેસ છે અને 1,62,379 ઠીક થઇ ચુક્યા છે. આ સિવાય દેશમાં મૃત્યુની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 9,195 થઈ ગઈ છે.

રિકવરી દરમાં થોડો વધારો થતાં, આ દર 50.59% ટકા પર પહોંચી ગયો છે. આ પહેલીવાર છે જ્યારે રિકવરી દર 50 ટકાથી ઉપર પહોંચી ગયો છે. આઇસીએમઆર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 56,58,614 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, છેલ્લા 24 કલાકમાં 1,51,432 લોકોનાં કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11,929 લોકોનાં પોઝિટિવ રિપોર્ટ પ્રાપ્ત થયા છે. આ રીતે, પોઝિટિવ કેસોનો દર 7.87% સુધી પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.