Not Set/ કોંગ્રેસને ઝટકો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દિધું છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દિધુ છે. કોંગ્રેસથી અલગ થયા બાદ નારાયણ રાણે હવે કઈ પાર્ટીમાં જોડાશે, તે વિશે હજુસુધી કોઈ ખુલાસો થયો નથી. નારાયણ રાણેના કોંગ્રેસથી અલગ થયા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો […]

India
168215 narayan rane કોંગ્રેસને ઝટકો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દિધું છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દિધુ છે. કોંગ્રેસથી અલગ થયા બાદ નારાયણ રાણે હવે કઈ પાર્ટીમાં જોડાશે, તે વિશે હજુસુધી કોઈ ખુલાસો થયો નથી.

નારાયણ રાણેના કોંગ્રેસથી અલગ થયા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ રાણેએ મુંબઈમાં થનારી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુુલ ગાંધીની રેલીમાંં પણ ભાગ નહોતો લીધો.