ગોવા,
લાંબા સમયથી બીમાર ચાલી રહેલાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને શનિવારે રાત્રે ફરી એક વખત ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળતી માહિતી મુજબ તેઓએ હાઈ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ગોવા મેડિકલ કોલેજ (GMCH) લઈ જવામાં આવ્યાં છે. હાલ પાર્રિકરની તબિયત સ્થિર છે અને તેઓને લગભગ 48 કલાક ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
મનોહર પાર્રિકરને હોસ્પિટલ લઈ ગયાં પછી GMCHની બહારે મોટા પ્રમાણમાં પોલીસ દળ તહેનાત કરવામા આવ્યાં છે.આ પહેલાં ગોવા સરકારના વરિષ્ઠ મંત્રી વિજય સરદેસાઈએ મુખ્યમંત્ર સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી.
જે બાદ સરદેસાઈએ પાર્રિકરને ઓક્સિજન પર રાખ્યાં હોવાની વાતને રદીયો આપ્યો હતો. પાર્રિકર લગભગ છેલ્લાં એક વર્ષથી બીમાર છે, તેમને પૈંક્રિયાઝ સંબંધી સમસ્યા છે.