Not Set/ કોંગ્રેસીઓની ગૃહમાં ગાંધીગીરી/ ધારાસભ્યોએ સફેદ ટોપી પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો

  ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ છે. ગત રોજ બુધવારે ભારે ધાંધલ ધમાલ વચ્ચે ગુજરાત ગુંડા એક્ટ પારિત કરવામાં આવ્યો હતો. તો આજે વિધાનસભા ગૃહમાં ચોથા દિવસે કોંગ્રેસી ધારાસભ્યો એ ગૃહમાં ગાંધીગીરી કરી હતી. ગેલેરી નંબર ચારમાં બેસતા કોંગ્રેસી ધારાસભ્યોએ સફેદ ટોપી પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નોધનીય છે કે, ગૃહના બીજા દિવસે […]

Uncategorized
020fccebf1cb6a6828c0d76b4779b514 કોંગ્રેસીઓની ગૃહમાં ગાંધીગીરી/ ધારાસભ્યોએ સફેદ ટોપી પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો
 

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ છે. ગત રોજ બુધવારે ભારે ધાંધલ ધમાલ વચ્ચે ગુજરાત ગુંડા એક્ટ પારિત કરવામાં આવ્યો હતો. તો આજે વિધાનસભા ગૃહમાં ચોથા દિવસે કોંગ્રેસી ધારાસભ્યો એ ગૃહમાં ગાંધીગીરી કરી હતી. ગેલેરી નંબર ચારમાં બેસતા કોંગ્રેસી ધારાસભ્યોએ સફેદ ટોપી પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

નોધનીય છે કે, ગૃહના બીજા દિવસે મંત્રીઓ જવાબ આપી રહયા હતા,  ત્યારે કોરોનાના કારણે બેઠક વ્યવસ્થા માં કરાયેલા ફેરફારના ભાગરૂપે ગેલેરી 4માં બેસતા કોંગ્રેસી ધારાસભ્યો સતત વચ્ચે બોલીને મંત્રીઓને અટકાવતા હતા. એ સમયે અધ્યક્ષે ગેલેરી-4ને “હોહા ગેલેરી” નામ આપતા તેના વિરોધમાં આજે કોંગ્રેસીઓ સફેદ ટોપી પહેરી ગૃહમાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….