Not Set/ કોરોનાએ કર્યું સુરતને ખેદાન મેદાન, શહેરમાં આવી બેકાબુ છે સંક્રમણની સ્થિતિ

સુરત ખાતે કોરોનાનો કહેર યથવાત તો નહીં પરંતુ કહી શકાય કે બેકાબુ જોવામાં આવી રહ્યો છે. સુરતની સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં 56 જેટલા દર્દીઓની હાલત ગંભીર થતા તંત્રની ચિંતામાં પણ વધારો જોવામાં આવી રહ્યો છે. સુરત સિવિલમાં હાલ 143 કોરોના પોઝિટિવ દર્દી દાખલ છે જે  પૈકી 28 ની હાલત અત્યંત ગંભીર હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. 6 દર્દી વેન્ટિલેટર પર છે, […]

Gujarat Surat
f4d25ca454caefb3348b49ee2bb9f56f 4 કોરોનાએ કર્યું સુરતને ખેદાન મેદાન, શહેરમાં આવી બેકાબુ છે સંક્રમણની સ્થિતિ

સુરત ખાતે કોરોનાનો કહેર યથવાત તો નહીં પરંતુ કહી શકાય કે બેકાબુ જોવામાં આવી રહ્યો છે. સુરતની સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં 56 જેટલા દર્દીઓની હાલત ગંભીર થતા તંત્રની ચિંતામાં પણ વધારો જોવામાં આવી રહ્યો છે. સુરત સિવિલમાં હાલ 143 કોરોના પોઝિટિવ દર્દી દાખલ છે જે  પૈકી 28 ની હાલત અત્યંત ગંભીર હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. 6 દર્દી વેન્ટિલેટર પર છે, 22 દર્દી બાઇપેપ પર છે અને 55 દર્દી ઓક્સિજન પર છે. 

સુરતની સ્મિમેર હોસ્પિટલમાં કોરોનાનાં કુલ 64 દર્દી દાખલ છે. 64 દાખલ દર્દી પૈકી 28 દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. 8 વેન્ટિલેટર પર છે, 20 બાઇપેપ પર છે, અને 28 દર્દીઓ ઓક્સિજન સ્પીર્ટ પર છે. 

સુરતમાં કોરોનાની ચપેટમાં વધુ કરોના વોરિયર્સ આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલના બે તબીબ સંક્રમિત થયાની વિગતો સામે આવી છે. સાથે સાથે સ્મિમેરનાં નર્સ પણ પોઝિટિવ થયા છે. સાથે સાથે ખાનગી તબીબ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. વરાછા અર્બન હેલ્થ સેન્ટરની નર્સ પણ સંક્રમિત થયા છે. 

કોરોનાનો કહેર સુરતમાં એટલો તો વધ્યો જોવામાં આવી રહ્યો છે કે, મનપાનો સ્વિમિંગ પૂલ સ્ટાફ, 6 બિઝનેસમેન પણ સંક્રમિત થયા છે, તો બેંકના બે કર્મચારીઓ, યુનિવર્સીટીના પ્રોફેસર સહિતના લોકો પણ કોરોનાનો શિકાર થતા પોઝિટિવ થયા છે. ખાનગી ક્લિનિકનો સ્ટાફ પણ સંક્રમિત બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે.  

કોરોના માટે મનપા આક્રમક બનશે તેવું જોવામાં આવી રહ્યું છે અને આવું કર્યા સિવાય કોઇ રસ્તો પણ બાકી બચ્યો નથી તે પણ હકીકત છે. મનપા હવે કન્ટેન્ટમેન્ટ એરિયાનાં સંલગ્નમાં આક્રમકતા દાખવશે. બફર ઝોનમાં કોમ્બિનગ અને સર્વેલન્સ કરશે. જ્યાં કેસોનું પ્રમાણ વધારે છે ત્યાં નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવશે. નવા જુના બમરોલીમાં ટેસ્ટિંગ વધારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews