Not Set/ કોરોનાથી થતા મોતનાં આંકડાથી રાજકોટ હચમચ્યું, આજે મરણજનારની સંખ્યા 12

કોરોનાનો હાહાકાર તમામ કોશિશો પછી પણ અટકવાનુ નામ નથી લઇ રહ્યો અને ગુજરાતમાં પણ હાલનાં સમયે કોરોનાનો કહેર રાજકોટ અને સૌરાષ્ટ્ર માથે ખાસ જોવામાં આવી રહ્યો છે. પાછલા બે દિવસમાં 25 લોકનાં ભોગ કાળમુખો કોરોના લઇ ચૂક્યો છે તો ફરી આજે એટલે કે પાછલા 24 કલાકમાં કોરોનાનાં કારણે રાજકોટમાં વધુ 12 દર્દીનાં મોત થયા છે. […]

Gujarat Rajkot
9bd665196192668934a5bfee40f469fe 1 કોરોનાથી થતા મોતનાં આંકડાથી રાજકોટ હચમચ્યું, આજે મરણજનારની સંખ્યા 12

કોરોનાનો હાહાકાર તમામ કોશિશો પછી પણ અટકવાનુ નામ નથી લઇ રહ્યો અને ગુજરાતમાં પણ હાલનાં સમયે કોરોનાનો કહેર રાજકોટ અને સૌરાષ્ટ્ર માથે ખાસ જોવામાં આવી રહ્યો છે. પાછલા બે દિવસમાં 25 લોકનાં ભોગ કાળમુખો કોરોના લઇ ચૂક્યો છે તો ફરી આજે એટલે કે પાછલા 24 કલાકમાં કોરોનાનાં કારણે રાજકોટમાં વધુ 12 દર્દીનાં મોત થયા છે.

પહેલા 11 બાદ 14 બાદ આજે સામે આવેલા 12 કેસ, એમ પાછલા લાંબા સમયથી રોજ 10 ઉપર કેસ સામે આવતા લોકોમાં કોરોનાનાં કારણે એક પ્રકારનો ડર ઘર કરી ગયો છે. આમતો રાજકોટની હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર આખામાંથી કોરોનાનાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવે છે ત્યારે આજે રાજકોટ સામે આવેલા કુલ મોતનાં 12નાં આંકડામાં રાજકોટ સિવિલમાં મરણ જનાર 11 દર્દીમાંથી 4 દર્દીઓ રાજકોટ શહેરનાં અને બાકીનાં 7 રાજકોટ ગ્રામ્યનાં દર્દી હોવાની વિગતો વિદિત છે. જ્યારે અન્ય એક દર્દીનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews