Not Set/ પ્રણવ મુખર્જીની તબિયતમાં નથી થઇ રહ્યો સુધારો, ફેંફસામાં છે સંક્રમણ : હોસ્પિટલ

દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સતત બગડતી જાય છે. ફેફસાંમાં સંક્રમણનાં કારણે તેમની તબિયત ખરાબ થઈ છે. બુધવારે આર્મી હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી. 84 વર્ષિય પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજમાં લોહીની ગાંઠો નિકાળવા માટે તેમનુ ઓપરેશન કરાયુ […]

Uncategorized
71f4309b6538f4f42bf5413dfa97d106 1 પ્રણવ મુખર્જીની તબિયતમાં નથી થઇ રહ્યો સુધારો, ફેંફસામાં છે સંક્રમણ : હોસ્પિટલ

દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સતત બગડતી જાય છે. ફેફસાંમાં સંક્રમણનાં કારણે તેમની તબિયત ખરાબ થઈ છે. બુધવારે આર્મી હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી.

84 વર્ષિય પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજમાં લોહીની ગાંઠો નિકાળવા માટે તેમનુ ઓપરેશન કરાયુ હતુ. મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે કે, ફેફસાનાં સંક્રમણ ફેલાવાનાં કારણે પ્રણવ મુખર્જીની તબિયત લથડી છે. મુખર્જી હજી વેન્ટિલેટર સપોર્ટ પર છે. નિષ્ણાતોની ટીમ હાલમાં તેમની સંભાળ રાખી રહ્યા છે.

આ પણ વાંચો- કેન્દ્ર સરકાર પર રાહુલનો શાંબ્દિક હુમલો, કહ્યુ-  ફેસબુક પર જુઠ્ઠા સમાચાર ફેલાવીને…

પ્રણવ મુખર્જીને પણ કોરોના ચેપ લાગ્યો હતો, જેના વિશે તેમણે તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી આપી હતી. નિપુણ રાજકારણી પ્રણવ મુખર્જીએ 2012 થી 2017 સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. આ અગાઉ તેમણે ત્રણ જુદા જુદા વડા પ્રધાનો સાથે કામ કર્યું છે. તેમણે નાણાં પ્રધાન, સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન પદ સંભાળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.