Not Set/ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાયુ લોકડાઉન

  કોરોના વાયરસનાં કહેરની વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન અવધિ વધારવાનો નિર્ણય કર્યો છે. પંજાબ બાદ હવે મહારાષ્ટ્રે લોકડાઉન 31 મે સુધી લંબાવી દીધું છે. રાજ્યનાં મુખ્ય સચિવ અજય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ જારી કર્યો હતો. આ રીતે, પંજાબ અને મહારાષ્ટ્રએ ઔપચારિક રીતે લોકડાઉન-4 ની ઘોષણા કરી છે. મહારાષ્ટ્ર દેશનું એક એવું રાજ્ય છે જ્યાં કોરોના […]

India
6cea0840bb2561dc490d3a75c1d78cbf 1 કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાયુ લોકડાઉન
 

કોરોના વાયરસનાં કહેરની વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન અવધિ વધારવાનો નિર્ણય કર્યો છે. પંજાબ બાદ હવે મહારાષ્ટ્રે લોકડાઉન 31 મે સુધી લંબાવી દીધું છે. રાજ્યનાં મુખ્ય સચિવ અજય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ જારી કર્યો હતો. આ રીતે, પંજાબ અને મહારાષ્ટ્રએ ઔપચારિક રીતે લોકડાઉન-4 ની ઘોષણા કરી છે.

મહારાષ્ટ્ર દેશનું એક એવું રાજ્ય છે જ્યાં કોરોના વાયરસને કારણે સૌથી વધુ વિનાશ સર્જાયો છે. જો કે, કેન્દ્ર સરકારે પહેલેથી જ કહ્યું છે કે, લોકડાઉનનો ચોથો તબક્કો દેશમાં પણ લાગુ કરવામાં આવશે, જેની ઔપચારિક જાહેરાત આજે કોઈપણ સમયે કરી શકાય છે. તેનુ કારણ એ છે કે આજે, 17 મે નાં રોજ, લોકડાઉન 3.0 પૂર્ણ થઈ રહ્યું છે. શનિવારે, મહારાષ્ટ્રની ઘોષણાનાં એક દિવસ પહેલા, પંજાબનાં મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે કહ્યું કે, રાજ્યમાં લાગુ કરાયેલ કોવિડ-19 લોકડાઉન 31 મે સુધી ચાલુ રહેશે, પરંતુ સરકાર કર્ફ્યુ પ્રતિબંધો હટાવી લેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, “18 મે થી રાજ્યમાં કોઈ કર્ફ્યુ રહેશે નહીં. પરંતુ લોકડાઉન 31 મે સુધી ચાલુ રહેશે. તેમણે સંકેત આપ્યો કે 18 મે થી સાર્વજનિક પરિવહન પણ અમુક હદ સુધી દોડવાનું શરૂ કરશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર 18 મે થી વધુ છૂટછાટની ઘોષણા કરશે, પરંતુ સાથે રાજ્યમાં કોવિડ-19 નાં ફેલાવાને રોકવા માટે લોકોની મદદ પણ માંગવામાં આવી. અમરિંદરસિંહે કહ્યું કે, “હું 18 મે થી મોટાભાગની દુકાનો અને નાના ઉદ્યોગો ખોલવાની મંજૂરી આપીશ. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “આ વર્ષે ખાનગી શાળાઓની ફી માં કોઈ વધારો કરવામાં આવશે નહીં.  જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19 નાં કુલ 30,706 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી 7,088 લોકો સંપૂર્ણ રીતે ઠીક થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,135 લોકોએ જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.