Not Set/ સુશાંત સિંહ કેસ/ મહારાષ્ટ્ર સરકારે SC માં નોંધાવ્યો જવાબ, CBI તપાસનો કર્યો વિરોધ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે તપાસ ચાલી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં પણ જવાબ દાખલ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તપાસનો પ્રગતિ અહેવાલ સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં મહારાષ્ટ્ર સરકારે બિહાર પર ઘણા આક્ષેપો કર્યા છે. મહારાષ્ટ્ર […]

India
ace310611339e72da0f3d3ebe4e26a85 1 સુશાંત સિંહ કેસ/ મહારાષ્ટ્ર સરકારે SC માં નોંધાવ્યો જવાબ, CBI તપાસનો કર્યો વિરોધ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે તપાસ ચાલી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં પણ જવાબ દાખલ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તપાસનો પ્રગતિ અહેવાલ સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં મહારાષ્ટ્ર સરકારે બિહાર પર ઘણા આક્ષેપો કર્યા છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે બિહાર સરકારે આ મામલે નિયમોની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બિહાર સરકારને ફક્ત ઝીરો એફઆઈઆર નોંધવાનો અધિકાર હતો. તેઓએ એફઆઈઆર નોંધીને અમને મોકલવી જોઈતી હતી.

મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે એફઆઈઆર નોંધીને બિહાર પોલીસે તપાસ શરૂ કરી, જેનો તેમને કોઈ અધિકાર નથી. જ્યારે તપાસ જ ગેરકાયદેસર છે, ત્યારે બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કેવી રીતે કરી શકે છે. કેન્દ્ર સરકારે સીબીઆઈની તપાસની ભલામણને ખોટી હોવાનું સ્વીકાર્યું હતું.

મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કરે તે યોગ્ય નથી. કેન્દ્ર સરકારની બિહારની અનધિકૃત ભલામણને સ્વીકારવી એ કેન્દ્ર-રાજ્ય સંબંધોના બંધારણીય મર્યાદાની વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.