Not Set/ સુશાંતને ન્યાય અપાવવા વૈશ્વિક અભિયાન શરુ, લંડનમાં ટ્રક પર લાગી અભિનેતાની તસ્વીર

  સુશાંતની બહેન શ્વેતાની નવીનતમ પોસ્ટમાં એક ટ્રક જોઇ શકાય છે, જેની પાછળ સુશાંત સિંહ રાજપૂતની એક મોટી તસ્વીર  જોડાયેલ છે. શ્વેતાએ જણાવ્યું કે આ ટ્રક લંડનની છે. સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવાની ઝુંબેશ વૈશ્વિક સ્તરે શરુ થઇ ચુકી છે. અભિનેતાને ન્યાય મળે તે માટે સુશાંતના ચાહકો અને તેના પરિવારજનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. […]

India Entertainment
78bed7d460f62cf27844c71772f3ff71 1 સુશાંતને ન્યાય અપાવવા વૈશ્વિક અભિયાન શરુ, લંડનમાં ટ્રક પર લાગી અભિનેતાની તસ્વીર
 

સુશાંતની બહેન શ્વેતાની નવીનતમ પોસ્ટમાં એક ટ્રક જોઇ શકાય છે, જેની પાછળ સુશાંત સિંહ રાજપૂતની એક મોટી તસ્વીર  જોડાયેલ છે. શ્વેતાએ જણાવ્યું કે આ ટ્રક લંડનની છે.

સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવાની ઝુંબેશ વૈશ્વિક સ્તરે શરુ થઇ ચુકી છે. અભિનેતાને ન્યાય મળે તે માટે સુશાંતના ચાહકો અને તેના પરિવારજનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. અમેરિકામાં રહેતા સુશાંતની બહેન ઘણીવાર સોશિયલ મીડિયા પર સુશાંતને લગતી પોસ્ટ કરે છે. તેણે થોડા દિવસો પહેલા યુએસ શહેર કેલિફોર્નિયાની એક તસવીર શેર કરી હતી.

આ તસવીરમાં એક બિલબોર્ડ જોઇ શકાય છે, જેમાં સુશાંત માટે ન્યાય માટેનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. અમેરિકા પછી ઓસ્ટ્રેલિયામાં પણ 7 બિલબોર્ડ જોવા મળ્યા હતા, જેમાં સુશાંત માટે ન્યાય માંગવામાં આવી રહ્યો હતો. શ્વેતાની નવીનતમ પોસ્ટમાં એક ટ્રક જોઇ શકાય છે, જેની પાછળ સુશાંત સિંહ રાજપૂતની મોટી તસવીર જોડાયેલ છે. શ્વેતાએ જણાવ્યું કે આ ટ્રક લંડનની છે અને આ તસ્વીર ચાહકોમાં એકદમ વાયરલ થઈ રહી છે.

સુશાંત કેસમાં ઘણી તપાસ એજન્સીઓ સક્રિય થઈ છે

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કંગના રનૌત સહિતના તમામ ચાહકોએ સુશાંતના મોતને નેપોટીઝમ અને મૂવી માફિયા માટે જવાબદાર ઠેરવ્યા હતા. જો કે, આ કેસમાં અભિનેતાના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ નોંધાવતા તેને મુખ્ય આરોપી ગણાવી છે.

મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે થયેલ હંગામા બાદ હવે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. રિયાએ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધાવ્યો છે. ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) નાણાંની ઉચાપત અંગેના મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ સિવાય ડ્રગ એંગલ સામે આવ્યા બાદ આ કિસ્સામાં નાર્કોટીકસ ડીપાર્ટમેન્ટ પણ સક્રિય બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.