Not Set/ #કોરોનાના કપરા કાળમાં પણ આ લાલચુઓ લડી લે છે, જાણો ક્યાંથી સામે આવ્યું તુવેર કૌભાંડ…

કહેવાય છે ને કે લાલચુઓને કોઇ જાત કે ધર્મ હોતો જ નથી. લોકોનું ગમે તે થાય પણ લાલચુઓ તો પોતાના ઘર ભરવામાં જ માને છે. અને આ વાયકો બીલકુલ સાબિત કર્યો છે, જૂનાગઢ જીલ્લાનાં અમુક આવા જ લેભાગુ લાલચુઓ એ. કોરોનાનાં કપરા કાળમાં માણસો અન્ન અને બીજી અનેક સેવા સાથે ગરીબો અને જરુરીયાત મંદો માટે […]

Gujarat Others
258bd5da1c364aff71d0bc484d6cd41d #કોરોનાના કપરા કાળમાં પણ આ લાલચુઓ લડી લે છે, જાણો ક્યાંથી સામે આવ્યું તુવેર કૌભાંડ...

કહેવાય છે ને કે લાલચુઓને કોઇ જાત કે ધર્મ હોતો જ નથી. લોકોનું ગમે તે થાય પણ લાલચુઓ તો પોતાના ઘર ભરવામાં જ માને છે. અને આ વાયકો બીલકુલ સાબિત કર્યો છે, જૂનાગઢ જીલ્લાનાં અમુક આવા જ લેભાગુ લાલચુઓ એ. કોરોનાનાં કપરા કાળમાં માણસો અન્ન અને બીજી અનેક સેવા સાથે ગરીબો અને જરુરીયાત મંદો માટે જ્યારે સેવા યજ્ઞ ચલાવે છે ત્યારે સંતોની ભૂમી સૌરાષ્ટ્રમાં અને તે પણ સંતોનું એપી સેન્ટર કહી શકાય તેવા જૂનાગઢમાંથી ગરીબોનું ખાઇ લેવા જેવી હરકતો કરતા લાલચુઓ તંત્રની ઝપેટમાં ચડી ગયા છે. 

જૂનાગઢ જીલ્લાનાં માણાવદર શહેરમાં તુવેરદાળનું કોભાંડ સામે આવ્યું છે. લાલચુઓ માણાવદરની સસ્તા અનાજની દુકાનમાંથી 2100 જેટલા ગ્રાહકોને આપવાની તુવેરદાળ ઓળવી ગયાનું સામે આવી છે. લાલચુઓ દ્વારા સારી ગુણવાત્તાની તુવેર દાળને સગેવગે કરી અને નબળી તુવેર દાળનો જથ્થો ઘુસાડી દઇ ખુદ તંત્રને જ નબળી દાળ આપતુ હોવનાં નામ સાથે બદનામ કરવાનો કારસો ઘડવામાં આવ્યો હોય તેમ સસ્તા અનાજની દુકાનમાંથી નબળી ગુણવત્તાની તુવેર દેળ મળી આવતા તંત્ર દોડતું થયુ છે. સસ્તા અનાજનાં ગોડાઉનમાં મામલતદાર દ્વાર તપાસ હાથ ધરાઇ છે. અને તમામ લેભાગુઓને ઝેર કરવા ચક્રો ગતીમાન કરી દેવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન