Not Set/ કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રની ઘરતી ઘણઘણતા ફફડાટ, આ ત્રણ જીલ્લામાં ભૂકંપનાં આચકા અનુભવાયા

ગુજરાતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં આમ તો કોરોનાનો કહેર અત્રતત્ર સર્વત્ર નોંધાવામાં આવે છે, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાનું ફોકસ સૌરાષ્ટ્ર પર કેન્દ્રીત થયુ હોય તેવી રીતે કોરોનાનો કહેર સૌરાષ્ટ્રમાં સવિશેષ જોવામાં આવે છે. આવામાં સૌરાષ્ટ્રનાં લોકો આજે બપોરે ફરી ભયભીત બન્યા હતા.કોરોના કહેરનો ભય હજુ દૂર નથી થયો ત્યાં […]

Gujarat Others
ba50e4b28215162bb98d87810206ccb3 કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રની ઘરતી ઘણઘણતા ફફડાટ, આ ત્રણ જીલ્લામાં ભૂકંપનાં આચકા અનુભવાયા

ગુજરાતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં આમ તો કોરોનાનો કહેર અત્રતત્ર સર્વત્ર નોંધાવામાં આવે છે, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાનું ફોકસ સૌરાષ્ટ્ર પર કેન્દ્રીત થયુ હોય તેવી રીતે કોરોનાનો કહેર સૌરાષ્ટ્રમાં સવિશેષ જોવામાં આવે છે. આવામાં સૌરાષ્ટ્રનાં લોકો આજે બપોરે ફરી ભયભીત બન્યા હતા.કોરોના કહેરનો ભય હજુ દૂર નથી થયો ત્યાં વધુ એક ઝટકો લાગ્યાનું હાલ જોવામાં આવી રહ્યું છે. જી હા આ ઝટકો કહેવાતો ઝટકો નહી પરંતુ ઘરતીકંપનો ઝટકો હોવાથી લોકો ખરેખપ થથરી ઉઠ્યા છે. 

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં કેટલાક વિસ્તારોમાં લોકોએ ભૂકંપનાં આંંચકા અનુભવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બપોરે 03:48 કલાકે ભૂકંપનો આંચકો આવ્યાની જોરદાર વાતો ચાલી રહી છે. આ અંગે હજુ કોઈ સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું, પરંતુ કેટલાક લોકોએ આ આંચકો અનુભવ્યો હોઈ તેવું જાણવા મળી રહ્યું છે. એક તરફ લોકોમાં કોરોના મહામારીનો ભય બહાર નીકળવામાં લોકડાઉન ઉનાળાની કાળઝાળ ગરમી કમૌસમી વરસાદની આગાહી વચ્ચે વધુ એક માઠા સમાચારોએ લોકોના જીવ અધ્ધર કરી દીધા છે. જોકે સમગ્ર મામલે જિલ્લા વહીવટી તત્ર એ કોઈ સમર્થન આપેલ નથી.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન