Not Set/ કોરોનાની અમરેલીમાં દસ્તક, અંતે મહિલામનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

50 – 50 દિવસ અડીખમ રહેલા અમરેલીની તપસ્યા અંતે તુટી છે અને કોરોનાએ અમરેલીમાં એન્ટ્રી મારી લીઘી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતનો એક માત્ર જીલ્લો જ્યાં કોરોનાનો કોઇ પોઝિટીવ કેસ નહતો તે ફણ કોરોનાનાં સંક્રમણમાં આવી ચૂક્યો છે. જી હા રાજ્યનો એક માત્ર જિલ્લો કે જ્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ […]

Gujarat Others
b348b81a28719c35d3d9b20d996ac60c કોરોનાની અમરેલીમાં દસ્તક, અંતે મહિલામનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

50 – 50 દિવસ અડીખમ રહેલા અમરેલીની તપસ્યા અંતે તુટી છે અને કોરોનાએ અમરેલીમાં એન્ટ્રી મારી લીઘી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતનો એક માત્ર જીલ્લો જ્યાં કોરોનાનો કોઇ પોઝિટીવ કેસ નહતો તે ફણ કોરોનાનાં સંક્રમણમાં આવી ચૂક્યો છે. જી હા રાજ્યનો એક માત્ર જિલ્લો કે જ્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો નહીં પરંતુ લોકડાઉનના પચાસમાં દિવસે આજે સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે રાજ્યના તમામ જિલ્લા કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જો કે, હાલામાં જ ડાંગ જીલ્લો સંક્રમણ મુક્ત થયો હોવાની જાહેરાત કરવામાં આવતા કહી શકાય કે હાલ પણ એક જીલ્લા કોરોના મુક્ત રહ્યો છે. 

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસની આજે એન્ટ્રી થતા અમરેલી જિલ્લાનું આરોગ્ય તંત્ર અને વહીવટી તત્ર હરકતમાં આવી ગયું છે અને તમામ લોકોના કોરોના ટેસ્ટિંગની કામગીરી પુરજોશમાં શરૃ કરી દીધી છે. અમરેલી જિલ્લાના ટિમ્બલા ગામના 67 વર્ષીય સુરત થી આવ્યા હતા વૃદ્ધાને ખેડૂત તાલીમ કેન્દ્રમાં તેમની તપાસ કરવામાં આવી હતી. વૃદ્ધ મહિલાનું મેડિકલ ચેકઅપ કરનાર તબીબને પણ હોમ  ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન