Loksabha Election 2024/ ગુજરાતમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આ સાથે જ ચૂંટણીના જંગમાં કોણ કેટલા મેદાનમાં છે તે સ્પષ્ટ થઈ જશે. 

Gujarat Gandhinagar Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 22T122119.817 ગુજરાતમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ

અમદાવાદઃ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આ સાથે જ ચૂંટણીના જંગમાં કોણ કેટલા મેદાનમાં છે તે સ્પષ્ટ થઈ જશે.  ગુજરાતમાં 12થી 19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા ચાલી હતી. તેના પછી 20મી એપ્રિલે ચકાસણીનો દિવસ હતો.

રાજ્યમાં કુલ 47 ઉમેદવારોએ 63 ઉમેદવારીફોર્મ ભર્યા છે. અમદાવાદ પૂર્વની બેઠક પર 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તેમાથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા. પશ્ચિમ બેઠક પર 12 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા હતા.

સુરત બેઠક પર હજી પણ હાઇવોલ્ટેજ ડ્રામા યથાવત્ છે. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી આજે કુલ આઠમાંથી છ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે. તેના લીધે સુરત બેઠક બિનહરીફ બને તેવી સંભાવના છે. ગુજરાતમાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાનારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્

આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી

આ પણ વાંચો:‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’