Not Set/ #કોરોનાવાયરસ/ ગોવા બન્યું ભારતનું પહેલુ કોરોના મુક્ત રાજ્ય

કોરોનાથી સમગ્ર વિશ્વ પરેશાન છે. ભારતની પણ ગતિ કોરોનાથી અટકી ગઈ છે, ત્યારે આ બધા વચ્ચે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. રવિવારનો દિવસ ભારતનાં દરિયાકાંઠાનું રાજ્ય ગોવા એક નવી ઉપલબ્ધિ લઇને સામે આવ્યો છે. અહીં કોરોના વાયરસનાં તમામ દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં કુલ સાત કોરોના કેસ નોંધાયા હતા, જેમાંથી છ નો ઇલાજ પહેલાથી […]

India

કોરોનાથી સમગ્ર વિશ્વ પરેશાન છે. ભારતની પણ ગતિ કોરોનાથી અટકી ગઈ છે, ત્યારે આ બધા વચ્ચે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. રવિવારનો દિવસ ભારતનાં દરિયાકાંઠાનું રાજ્ય ગોવા એક નવી ઉપલબ્ધિ લઇને સામે આવ્યો છે. અહીં કોરોના વાયરસનાં તમામ દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં કુલ સાત કોરોના કેસ નોંધાયા હતા, જેમાંથી છ નો ઇલાજ પહેલાથી જ થઈ ગયો છે. છેલ્લા દર્દીનો કોરોના રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ માહિતી આપી. તેમણે ટ્વીટ કર્યું, ‘સંતોષ અને રાહતની વાત છે કે ગોવાનો છેલ્લો સક્રિય કોરોના દર્દી પણ ટેસ્ટ રિપોર્ડમાં નેગેટિવ આવ્યો છે. ડૉક્ટર્સ અને સપોર્ટ સ્ટાફ આ માટે પ્રશંસાને પાત્ર છે. ગોવામાં 3 એપ્રિલથી કોરોનાનાં કોઈ નવા દર્દી મળી આવ્યા નથી.‘ રાણેએ ટિ્‌વટ કર્યું હતું કે, “અમને એ વાતનો ગૌરવ છે કે ગોવામાં કોરોના વાયરસનાં ચેપનાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને શૂન્ય પર આવી ગઈ છે.તેમણે કહ્યું કે, હવે રાજ્યમાં કોરોનાનો કોઈ સક્રિય કેસ નથી, લોકડાઉનનું પાલન કરવું, સામાજિક અંતર જાળવવું, તપાસનો વ્યાપ વધારવો અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાનું પાલન કરવું એ અમારી જવાબદારી છે.

કોરોના વાયરસની શરૂઆત ગોવામાં 18 માર્ચે થઈ હતી, દુબઈથી પરત આવેલા નેતામાં પ્રથમ ચેપ મળી આવ્યો હતો. 3 એપ્રિલ સુધીમાં, અહીં કોરોનાનાં સાત દર્દીઓ મળી આવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં કોઈ નવા કેસ આવ્યા નથી. 15 એપ્રિલ સુધીમાં રાજ્યનાં છ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા બાકીનાં દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો હતો. આવી સ્થિતિમાં ગોવાને દેશનો પ્રથમ ગ્રીન ઝોન રાજ્ય બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ અગાઉ ભાજપનાં વરિષ્ઠ નેતા બી.એલ. સંતોષે પણ ટ્વીટ કર્યું હતું કે, જો સરકારની યોજના પ્રમાણે બધુ ચાલે છે, તો 20 એપ્રિલ સુધીમાં ગોવા ગ્રીન ઝોનમાં જોડાનાર દેશનું પહેલું રાજ્ય બનશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પહેલાથી જ રાજ્યનાં દક્ષિણ ગોવા જિલ્લાને ગ્રીન ઝોનતરીકે જાહેર કરી દીધો છે. એવા ક્ષેત્ર કે જ્યાં કોરોના કેસ નથી બનતા તે ગ્રીન ઝોન તરીકે જાહેર કરી શકાય છે અને તેને બંધ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.