Not Set/ #કોરોનાવાયરસ/ J&K માં તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બનાવી બંધક, પોલીસ પર કર્યો પથ્થરમારો

સમગ્ર વિશ્વ હાલમાં જીવલેણ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે. લાખો પ્રયત્નો છતાં કોરોના વાયરસનાં કેસ ઘટવાના બદલે દર કલાકે વધી રહ્યા છે, અમેરિકા, ઇટાલી, સ્પેન, ભારત સહિત ઘણા મોટા દેશો આ રોગચાળા સામે મળીને લડત આપી રહ્યા છે. દરમિયાન, ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં વધારો થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા પણ વધી ગઈ […]

India

સમગ્ર વિશ્વ હાલમાં જીવલેણ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે. લાખો પ્રયત્નો છતાં કોરોના વાયરસનાં કેસ ઘટવાના બદલે દર કલાકે વધી રહ્યા છે, અમેરિકા, ઇટાલી, સ્પેન, ભારત સહિત ઘણા મોટા દેશો આ રોગચાળા સામે મળીને લડત આપી રહ્યા છે. દરમિયાન, ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં વધારો થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા પણ વધી ગઈ છે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 34 લોકોનાં મોત થયાં છે જ્યારે 909 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 8,356 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 273 પર પહોંચી ગયો છે.

આ 8,356 પીડિતોમાંથી 7,367 પોઝિટિવ કેસ છે, જ્યારે 716 લોકો ઠીક પણ થઇ ચુક્યા છે, ચેપને જોતા દેશમાં લોકડાઉન વધવાની સંભાવના છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકડાઉન અને કોરોના વાયરસ સામેની વ્યૂહરચના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી, તો બીજી તરફ એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકાર એપ્રિલનાં અંત સુધીમાં લોકડાઉન લંબાવવાનો વિચાર કરી રહી છે. સકંટનાં આ સમયમાં આરોગ્ય કર્મચારીઓની પડકારો પણ બમણી થઈ ગઈ છે. એવા સમયે જ્યારે સમગ્ર રાષ્ટ્ર આરોગ્ય કર્મચારીઓને સલામ કરી રહ્યું છે, ત્યારે કેટલાક લોકો એવા પણ છે કે જેઓ આ આરોગ્ય કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અથવા તેમના પર હુમલો કરી રહ્યા છે. નવીનતમ મામલો જમ્મુ-કાશ્મીરનાં બડગામથી સામે આવ્યો છે જ્યાં કોવિડ 19 ની તપાસ માટે ગયેલી તબીબી ટીમને પરિવારે બંધક બનાવી દીધેલ છે અને છોડાવવા માટે પહોંચેલી પોલીસ ટીમ પર પણ પથ્થરમારો કર્યો હતો, પ્રાપ્ત માહિતી અનુસાર બડગામ જિલ્લાનાં વાથુર ગામની એક તબીબી ટીમ એક વ્યક્તિની તપાસ માટે પહોંચી હતી પરંતુ પરિવારે તપાસ કરવાની ના પાડી હતી.

એટલું જ નહીં, ફેમિલીએ મેડિકલ ટીમને તેમના ઘરની અંદર બંધક બનાવી દીધી હતી. આ પછી, પોલીસને સમાચાર મળતાં તે ટીમને બચાવવા માટે ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ પોલીસ ટીમ પર પણ પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા હતા, પોલીસનાં કહેવા મુજબ આ કિસ્સામાં તબીબી ટીમને સલામત રીતે છોડવામાં આવી હતી. અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.