Not Set/ #કોરોનાસંકટ/ માસ્કે છીનવી લોકોની ઓળખ, ફિકર નોટ…!! હવે આવ્યા તમારા ચહેરા જેવા માસ્ક

કોરોનાની મહામારી માં જ્યારે બધું જ ઠપ્પ થઈ ને સોસીયલ ડિસ્ટનસિંગ, ગ્લોઝ, સેનેટાઈઝર અને માસ્કમાં સમેટાઈ ગયું છે ત્યારે ગાંધીનગરના એક ફોટોગ્રાફરે માસ્કને નવું રૂપ આપી લોકોની છુપાતી ઓળખ એવી ને એવી જ રહે તેવી શોધ  કરી છે. છેલ્લા 40 વર્ષ થી ફોટોગ્રાફી સાથે સંકળાયેલા બીલ્લુ ભાઈ લોકડાઉનમાં ધંધા બન્ધ રહેતા શુ કરવું તે વિચારતા […]

Gujarat
6e5edfd09e41906ba5f2b6a610249c28 #કોરોનાસંકટ/ માસ્કે છીનવી લોકોની ઓળખ, ફિકર નોટ...!! હવે આવ્યા તમારા ચહેરા જેવા માસ્ક

કોરોનાની મહામારી માં જ્યારે બધું જ ઠપ્પ થઈ ને સોસીયલ ડિસ્ટનસિંગ, ગ્લોઝ, સેનેટાઈઝર અને માસ્કમાં સમેટાઈ ગયું છે ત્યારે ગાંધીનગરના એક ફોટોગ્રાફરે માસ્કને નવું રૂપ આપી લોકોની છુપાતી ઓળખ એવી ને એવી જ રહે તેવી શોધ  કરી છે.

છેલ્લા 40 વર્ષ થી ફોટોગ્રાફી સાથે સંકળાયેલા બીલ્લુ ભાઈ લોકડાઉનમાં ધંધા બન્ધ રહેતા શુ કરવું તે વિચારતા હતા. ત્યાં વડાપ્રધાનના લોકડાઉન 4ના સંબોધન માં આત્મનિર્ભર બનવાની વાતને જીવનમાં ઉતારી કઈક નવું કરવાની પ્રેરણા લઈ ફેસ માસ્ક બનાવવા ની શરૂઆત કરી.

માસ્ક ની ખાસિયત એ છે કે તમારી ઓળખ જે સાદા માસ્કમાં છુપાઈ જતી હતી, એ હવે નહીં છુપાય, અને માસ્ક ઉતર્યા વિના સામેની વ્યક્તિ તમને ઓળખી શકશે,અને તમારી ઓળખ જળવાઈ રહેશે.

માસ્ક કેવી રીતે બનાવવામાં આવે છે???

સૌ પ્રથમ વ્યક્તિનો ફોટો પાડીને કોમ્પ્યુટરમાં એડિટ કરી, સબ્લિમેશન પ્રિન્ટિંગ મશીનમાં કાગળ પર પ્રિંટ લઈ ને 250 ડીગ્રી ગરમીમાં હિટ આપી ડ્રાયફિટ માટીરીયલ્સમાં અંદરકોટન કાપડના માસ્ક પર પ્રિન્ટ કરવામાં આવે છે.એટલે કે ટુ લેયર માસ્ક તમારા ફેસને અનુરૂપ માસ્ક તૈયાર થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.