Not Set/ #કોરોના/ અમેરિકાની સ્થિતિ માટે ટ્રમ્પ સહીત  પૂર્વ રાષ્ટ્રપતિઓની લાપરવાહીમાંથી દુનિયાએ સબક લેવો રહ્યો..

અવનવા મુદ્દે લડતા રહેતા દુનિયાભરના દેશોના હાથ જાણે થંભી ગયા છે. કોરોના મહામારીએ ખુબ જ ઝડપથી વિકસિત દેશો જેવા શબ્દનો છેદ ઉડાડી મનુષ્યને તેની ઔકાત બતાવી છે. તેમાં પણ જગત જમાદાર અમેરિકાની હાલત તો અત્યંન્ત ખરાબ છે. દુનિયાના કોઈ દેશે કદાપિ ધાર્યું નહિ હોય કે,  જગત જમાદાર અમેરિકા સાથે આવું પણ થઇ શકે તેમ છે. […]

World

અવનવા મુદ્દે લડતા રહેતા દુનિયાભરના દેશોના હાથ જાણે થંભી ગયા છે. કોરોના મહામારીએ ખુબ જ ઝડપથી વિકસિત દેશો જેવા શબ્દનો છેદ ઉડાડી મનુષ્યને તેની ઔકાત બતાવી છે. તેમાં પણ જગત જમાદાર અમેરિકાની હાલત તો અત્યંન્ત ખરાબ છે. દુનિયાના કોઈ દેશે કદાપિ ધાર્યું નહિ હોય કે,  જગત જમાદાર અમેરિકા સાથે આવું પણ થઇ શકે તેમ છે. જી, હા, અમેરિકામાં કોરોના નો આંકડો ભયજનક સપાટી વટાવી ચુક્યો છે. અને વિકાસશીલ દેશો ઇવન તેની હાલત જોઈ ડરી રહ્યા છે કે, ક્યાંક આપણા હાલ-હવાલ પણ આવા ના થાય. 

ટ્રમ્પ ને કોરોનાએ ભારે બદનામી અપાવી દીધી છે. એક શાસકના ખોટા નિર્ણય ના પરિણામે પ્રજાએ કેટલું વેઠવું પડે તેનું ઉદાહરણ અમેરિકા બને તો નવાઈ  નહીં, હોસ્પિટલ્સ અને સ્વાસ્થ્ય સેવાઓ મામલે શ્રેષ્ઠ અમેરિકા આજે કોરોના મહામારી મામલે  ખુદ કાખઘોડી શોધી રહ્યું છે. પોતાના ઘરોમાં કેદ અમેરિકીઓ પ્રત્યેક સવારે એક સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. પરંતુ મહામારીઓ પર બનેલ હોલીવુડની ડરાવની ફિલ્મોની જેમ આ વાઇરસ અમેરિકા ને ઘમરોળી રહ્યો છે.

દુનિયાની આર્થિક રાજધાની ગણાતા ન્યુયોર્કમાં લાશોના ઢગલાઓને સામુહિક સ્વરૂપે દફનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ માટે અમેરિકી મીડિયા ટ્રેમ્પ પર આંગળી ઉઠાવી રહ્યું છે. અને વાતમાં ક્યાંક દમ પણ છે. કેમ કે, નિષ્ણાતો  અને અધિકારીઓની ચેતવણી છતાં ટ્ર્મપે કોરોનાને હળવાશથી લીધો હતો. 

અન્યથા છેક 1998 માં બિલ ક્લિન્ટને જૈવિક હથિયારોથી હુમલાઓ અને આ પ્રકારની મહામારી વિરુદ્ધની લડાઈ માટે સ્વાસ્થ્ય ઉપકરણો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સુરક્ષિત કપડાઓ અને માસ્ક નો ભંડાર તૈયાર કરવા માટે એક ઉચ્ચ અધિકારીની નિમણુક કરી હતી. જો, કે રાષ્ટ્રપતિ બુશે 2001 માં સત્તા સંભાળતા જ આ પદને ખતમ કરી દીધું હતું। પરંતુ  11 સપ્ટે। ના હુમલા પછી તેમની નીતિમાં પણ બદલાવ આવ્યો હતો. અને અમેરિકા જૈવિક અને રાસાયણિક ખતરાઓ માટે સચેત થયું હતું। 

અને આ જ સમયે બુશ પ્રશાશને  સાર્સ જેવી બીમારીનો સામનો કર્યો અને પોતાના અનુભવોને આગળના રાષ્ટ્રપતિ બારાક ઓબામા સાથે શેર કર્યો।  જો કે, ઓબામા એ પણ આ બાબતને નજર અંદાજ કરી. અન્યથા આ જ ઓબામા જયારે 6 વર્ષ અગાઉ સેનેટર હતા ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સમાં આ પ્રકારની મહામારી સામે અમેરિકા અને દુનિયાને તૈયાર રહેવા સલાહ આપી હતી. 

જો, કે ત્યારબાદ એચ1એન1 સ્વાઈન ફ્લૂ અને ઇબોલા સંકટે તેમની આંખો ખોલી। અને તેમણે આ પ્રકારની મહામારી સામે લડત આપવા એક આખી નીતિ બનાવી। અને આ માટે એક  આખા વિભાગનું  ગઠન કરવામાં આવ્યું। એમના અનુભવોએ એક કારગત નીતિની બુનિયાદ બનાવી। અને તેમની આ નીતિનો આઈડિયા ના ફક્ત અમેરિકા બલ્કે આખી દુનિયાને આવી વિપદા સામે તૈયાર કરવાનો હતો. 

વધુમાં ઓબામા ટીમે વ્હાઇટ હાઉસ છોડતા પહેલા ટ્રમ્પ ની ટીમ સાથે મળીને એક કાલ્પનિક મહામારી સામે અભ્યાસ પણ કર્યો। અને આખી રણનીતિ તેમને સૂપૂર્ત કરી. પરંતુ આગળના અન્ય રાષ્ટ્રપતિઓ ની જેમ જ ટ્રમ્પએ પણ સત્તા સંભાળતા જ આ નીતિને દરકિનાર કરી દીધી। અને પાછળ ના વર્ષે જ  
 ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ઓબામાએ બનાવેલ ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી એન્ડ બાયોડીફેન્સ વિભાગને જ ખતમ કરી દીધો। અને આ પ્રકારે બિલ ક્લિન્ટન બાદ ના તમામ રાષ્ટ્રપતિએ આ ભૂલને કોઈક ને કોઈક રીતે દોહરાવી અમેરિકા ની મહામારી સામે લડવાની રણનીતિને ક્યાંકને ક્યાંક નુકસાન પહોચાડ્યું છે. એકલા ટ્રમ્પ જ આ મામલે દોષિત છે તેવું નથી..

ત્યારે અહીં કહેવાનો આશય તે પણ છે કે, સમગ્ર દુનિયા અત્યાર સુધી પોતાના સંરક્ષણ બજેટ પર જે કરોડો ખર્ચી રહી હતી, તેણે હવે તદ્દન નવીનક્કોર રણનીતિ આ જૈવિક અને રસાયણિક મહામારીઓ અને  યુદ્ધો માટે બનાવવી જ પડશે।. કોરોનાએ આવનાર સમયના એંધાણ આપ્યા છે. આવનાર સમયમાં ત્રાસવાદીઓનું આ માનીતું અને હાથવગું હથિયાર પણ બની શકે છે. ભારત જ્યાં ગીચ વસ્તી ધરાવે છે તેણે તો તેની પુરી તાકાત અને સ્કિલ આ નવી આપદા સામે લગાવવી જ જોઈશે। કેમ કે, અમેરિકા એક વિકસિત દેશ છે, તેની હાલત આજે ભલે બદતર હશે પરંતુ તેની તાકાત ઝડપથી બેઠા થઇ ફરી ધબકતા થવાની છે.તે ના ભુલાય।..ભારત માટે પણ આ એક લેસન છે આગામી સમય માટે સજ્જ થવાનો।..બાકી ભવિષ્યમાં આનાથી પણ વધુ વિચિત્ર  વાઇરસ સંક્ર્મણ કરી શકે કે કરાવાય તેમ પણ બને। ..

@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.