Not Set/ કોરોના કહેર વચ્ચે ઇમરાન ખાને ધાર્મિક નેતાઓને ખુશ કરવા ભર્યું આ પગલું

દુનિયામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રમઝાન મહિનામાં મસ્જિદોમાં સામૂહિક નમાઝની ઉલેમાની માંગ સામે ઝુક્યા બાદ હવે ધાર્મિક નેતાઓને ખુશ કરવા માટે બીજું પગલું ભર્યું છે.ઇમરાન ખાને મસ્જિદોમાં બળજબરીપૂર્વક સામુહિક નમાઝના કેસમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ ધરપકડ કરાયેલા તમામ ઉલેમાઓ, ઇમામો અને નમાઝીઓને મુક્ત કરવાની માંગ કરી છે.  આપણે […]

World

દુનિયામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રમઝાન મહિનામાં મસ્જિદોમાં સામૂહિક નમાઝની ઉલેમાની માંગ સામે ઝુક્યા બાદ હવે ધાર્મિક નેતાઓને ખુશ કરવા માટે બીજું પગલું ભર્યું છે.ઇમરાન ખાને મસ્જિદોમાં બળજબરીપૂર્વક સામુહિક નમાઝના કેસમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ ધરપકડ કરાયેલા તમામ ઉલેમાઓ, ઇમામો અને નમાઝીઓને મુક્ત કરવાની માંગ કરી છે. 

આપણે જણાવી દઈએ કે, પાકિસ્તાન હાલમાં મસ્જિદોમાં સામુહિક નમાઝ પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોનાના પ્રસારને રોકવા માટે જરૂરી સામાજિક અંતર જાળવવા માટે સરકારે મસ્જિદોમાં સામુહિક નમાઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, ખાસ કરીને ઘણી જગ્યાએ પોલીસ અને લોકો વચ્ચે જુમ્માની નમાઝ પઢવા માટે અથડામણ થઈ હતી અને આ સંબંધમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

વડાપ્રધાનના માહિતી અને પ્રસારણ બાબતોના સલાહકાર ફિરદાસ આશીક અવાને સોમવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાને સામૂહિક નમાઝ પર પ્રતિબંધ મુકતા સરકારી હુકમનો ભંગ કરવા બદલ ધરપકડ કરાયેલા તમામ ઉલેમાઓ, ઇમામો અને નમાઝીઓને મુક્ત કરવાની સ્પષ્ટ શરતોમાં આદેશ આપ્યો છે. 

અવાને કહ્યું, “વડાપ્રધાને અધિકારીઓને પણ ઉલેમા, નમાઝીઓ સાથે નમ્ર વર્તણૂક કરવા કહ્યું છે.” ધાર્મિક નેતાઓ અને તેમની માંગણીઓ અંગે ઇમરાનનું વલણ તેમને ફાયદાકારક લાગે છે. સોમવારે દેશના પ્રખ્યાત ઉલેમાના એક પ્રતિનિધિ મંડળે ઈમરાનને મળ્યા અને લોકડાઉન અંગેની તેમની નીતિની પ્રશંસા કરી, તેને ‘જમીન સાથે જોડાયેલ’ ગણાવ્યું. મીટિંગમાં ઈમરાને આશા વ્યક્ત કરી હતી કે રમઝાનમાં સામૂહિક નમાઝને મંજૂરી આપવામાં આવેલી શરતોનું ઉલેમા પાલન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.