Not Set/ કોરોના કહેર વચ્ચે WHO ની ચેતવણી – ભારતને લાંબા યુદ્ધ માટે તૈયારી રહેવાની જરૂર

  કોરોના વાયરસનું તાંડવ વિશ્વભરમાં ચાલી રહ્યુ છે, આ દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ લોકોને ચેતવણી આપી છે કે કોરોનાથી બચવા માટે રસી બનાવવાની દોડધામ તીવ્ર થઈ ગઈ હોવા છતાં, કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે હજી ‘કોઈ‘ રામબાણ સમાધાન સામે નથી આવ્યુ, અને ન કોઇ એવી આશા રાખવામા કરવામાં આવી શકે છે. WHO નાં પ્રુમખ […]

World
e88464c61af2d49c69742022e6ae2393 કોરોના કહેર વચ્ચે WHO ની ચેતવણી - ભારતને લાંબા યુદ્ધ માટે તૈયારી રહેવાની જરૂર
 

કોરોના વાયરસનું તાંડવ વિશ્વભરમાં ચાલી રહ્યુ છે, આ દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ લોકોને ચેતવણી આપી છે કે કોરોનાથી બચવા માટે રસી બનાવવાની દોડધામ તીવ્ર થઈ ગઈ હોવા છતાં, કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે હજી કોઈરામબાણ સમાધાન સામે નથી આવ્યુ, અને ન કોઇ એવી આશા રાખવામા કરવામાં આવી શકે છે.

WHO નાં પ્રુમખ ડોક્ટર ટેડ્રોસ એડોનોમ ગેબ્રિએસસે કહ્યુ કે, ભારત જેવા દેશોમાં ટ્રાન્સમિશન રેટ ખૂબ ઉંચો છે અને હવે તેને લાંબા યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે, WHO વડાએ કહ્યું હતું કે હવે વિશ્વએ કારોના વાયરસ સાથે જીવવાનું શીખવું પડશે‘, જો યુવાનો વિચારી રહ્યા છે કે તેઓને વાયરસથી કોઈ જોખમ નથી, તો તેમના માટે તે વિચારવું ખોટું છે. કારણ કે યુવા વર્ગનું કોરોના ચેપથી મોત થઇ શકે છે અને સાથે તે નબળા વર્ગો સુધી તેને ફેલાવવાનું કામ પણ કરી રહ્યા છે, જેના કારણે ચેપ ફેલાય છે. WHO એ કહ્યું હતું કે કદાચ હવે કોરોના ક્યારે પણ ખતમ ન થાય કારણ કે કોરોના એક નવો વાયરસ છે, જે દરેક સમયે અલગ રીતે વર્તે છે, તેને રોકવા માટે, હમણા કોઈ પરિણામ સુધી પહોંચી શકાયુ નથી.

નોંધપાત્ર વાત એ છે કે શક્તિશાળી કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ યુદ્ધ લડી રહ્યું છે, વિશ્વમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,82,39,249 થઈ ગઈ છે. ચેપનાં કિસ્સામાં અમેરિકા પ્રથમ ક્રમે છે. જ્યારે બ્રાઝિલ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. વિશ્વભરમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા પણ 1,14,50,127 કરોડ પર પહોંચી ગઈ છે, જ્યારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 18 લાખને વટાવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.