Not Set/ કોરોના ટેસ્ટ અંગે HCની ટકોર, ખાનગી હોસ્પિટલોને કહ્યું, નફાખોરી ન કરે, ઉપરવાળો બધું જ જુએ છે….

ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી ખાનગી હોસ્પિટલની માંગણીની અરજી મામલે હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ખાનગી હોસ્પિટલોના વકીલને આવી ટકોર કરી હતી. ખાનગી હોસ્પિટલોએ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોને સીધું સૂચન […]

Ahmedabad Gujarat
a097e7b85d999b2df3c34b88e301e614 કોરોના ટેસ્ટ અંગે HCની ટકોર, ખાનગી હોસ્પિટલોને કહ્યું, નફાખોરી ન કરે, ઉપરવાળો બધું જ જુએ છે....
a097e7b85d999b2df3c34b88e301e614 કોરોના ટેસ્ટ અંગે HCની ટકોર, ખાનગી હોસ્પિટલોને કહ્યું, નફાખોરી ન કરે, ઉપરવાળો બધું જ જુએ છે....

ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી ખાનગી હોસ્પિટલની માંગણીની અરજી મામલે હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ખાનગી હોસ્પિટલોના વકીલને આવી ટકોર કરી હતી. ખાનગી હોસ્પિટલોએ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોને સીધું સૂચન કર્યું કે, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખવી. ઉપરવાળો બધું જ જુએ છે તે પણ ધ્યાન રાખવું. મહામારીમાં લોકોને મદદ કરવી સરકારની સાથે ખાનગી હોસ્પિટલોની પણ ફરજ બને છે. ખાનગી હોસ્પિટલો માનવતાનાં ધોરણે કામ કરે તે જરૂરી છે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ખાનગી  ડોકટરોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, સરકારી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ અને રિપોર્ટમાં સમય લાગે છે. માટે દર્દીની સારવારમાં તકલીફ પડી રહી છે. માટે ખાનગી લેબોરેટરીને ટેસ્ટ માટે મંજુરી આપવામાં આવે. આરોગ્ય વિભાગની કામગીરીને લઈ હાઈકોર્ટમાં અન્ય પણ અરજીઓ થયેલી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.